સલમાન ખાનના ગેલેક્સી ઍપાર્ટમેન્ટ પર ફાયરિંગ મામલે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ સરેન્ડર કરવા તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anmol Bishnoi Seeks To Surrender For Salman Khan House Firing Case: દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેણે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં 2024માં સલમાન ખાનના ગેલેક્સી ઍપાર્ટમેન્ટ પર થયેલા ફાયરિંગના કેસમાં સરેન્ડર કરવાની માગ કરી છે.
તમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને ગત વર્ષે નવેમ્બરમાં અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની બહાર થયેલા ફાયરિંગ કેસ સહિત અનેક સનસનીખેજ ગુનાઓમાં વોન્ટેડ હતો.
હું સરેન્ડર કરવા માગુ છું
સ્પેશિયલ MCOCA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અનમોલ બિશ્નોઈએ કહ્યું કે, 'હું નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં પોતાની સામે ચાલી રહેલા કેસનો સામનો કરવા તેમજ ન્યાયિક કાર્યવાહીમાં સામેલ થવા માટે સ્વેચ્છાએ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માગુ છું.'
તેણે કહ્યું કે, 'હું પહેલાથી જ અન્ય એક (NIA) કેસમાં કાયદાકીય કસ્ટડીમાં છું અને કોર્ટના યોગ્ય આદેશ વિના વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર ન થઈ શકું.'
તેણે ભારપૂર્વક કહ્યું કે, વર્તમાન કેસમાં મારા સરેન્ડરને ઔપચારિક રીતે રેકોર્ડ કરવા અને વર્ચ્યુઅલ કે ફિઝિકલ રિમાન્ડની કાર્યવાહીને આગળ વધારવા માટે કોર્ટમાં મારી હાજરી જરૂરી હતી.
પ્રોડક્શન વોરંટ જારી કરો
અનમોલે કોર્ટને વિનંતી કરી છે કે, 'મને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે તિહાર જેલને પ્રોડક્શન વોરંટ જારી કરવામાં આવે. તેની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી પ્રોસિક્યુશનને કોઈ નુકસાન નહીં થાય. ઊલટાનું, આનાથી ટ્રાયલ અને કાનૂની કાર્યવાહી ઝડપી બનશે તેમજ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ થતો પણ અટકાવી શકાશે.'
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ ચૂક્યો છે અને તેની ગેરહાજરીમાં ત્રણ સાક્ષીઓની પૂછપરછ પણ થઈ ચૂકી છે.









