ફખરેની જોડી અલી ફઝલ અને રીચા ચઢ્ઢા આગામી કોમેડી ફિલ્મમાં સાથે કામ કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શશી વર્મા લિખિત- નિર્દેશિત ફિલ્મ વર્ષના અંતે શરૂ થશે
રીચા ચઢ્ઢા છેલ્લે સંજય લીલા ભણશાલીની હીરામંડીમાં લાજવંતી તરીકે જોવા મળી હતી
મુંબઈ : અલી ફઝલ અને રીચા ચડ્ઢા દિલ્હીમાં બનનારી એક કોમેડી ફિલ્મ માટે રૂપેરી પડદે જોડી જમાવી રહ્યા છે. શશી વર્મા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં રજૂ કરવાની યોજના છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ કરવામાં આવશે.
અલી ફઝલ અને રીચા ચડ્ઢાએ ૨૦૧૩માં પહેલીવાર ફખરે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. એ પછી ૨૦૧૭ અને ૨૦૨૩માં તેના બીજા ભાગો આવ્યા હતા. અલી ફઝલે ઇન્સ્ટા પર જણાવ્યું હતું કે દિલથી ઉદાર અને કટાક્ષસભર કોમેડી ફિલ્મમાં અમે બંને રૂપેરી પડદે પહેલીવાર જોડી જમાવી રહ્યા છીએ. સ્ક્રિનવર્ક પ્રોડક્શન્સ અને ગિરિરાજ પ્રોડકશન્સના બેનર તળે બનનારી આ ફિલ્મમાં કુમુદ મિશ્રા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અલી ફઝલની રાખ સિરિઝ જુન મહિનામાં આવી હતી. હવે તેની આગામી ફિલ્મ મિર્ઝાપુરઃ ધ મૂવી છે. જ્યારે રીચા ચડ્ઢા છેલ્લે સંજય લીલા ભણશાલીની સિરિઝ હીરામંડીમાં લાજવંતી તરીકે જોવા મળી હતી.









