- ફૈઝલ પંચાયત સીરિઝથી ભારે લોકપ્રિય
- ફૈઝલ ફિલ્મના બીજા ભાગમાં ફાઈટના સીન માટે શૂટિંગ કરશે : જોકે, સત્તાવાર પુષ્ટિ બાકી
મુંબઇ : 'પંચાયત' વેબ સીરિઝમાં પ્રહલાદ ચાચાના રોલમાં લોકપ્રિય બનેલો ફૈઝલ ખાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'માં કુંભકર્ણનો રોલ ભજવવાનો હોવાનું કહેવાય છે.
એક તબક્કે બોબી દેઓલને આ રોલ સોંપાયો હોવાનું કહેવાતું હતું. પરંતુ, હવે એક અપડેટ પ્રમાણે આ રોલ માટે ફૈઝલને સિલેક્ટ કરાયો છે.
ફૈઝલે પોતાના ઈન્ટ્રોડ્ક્શન સીનનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું હતું. જોકે, તેને બીજા ભાગમાં વધુ સ્ક્રીન ટાઈમ મળશે. આ માટે તે કેટલાક એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવાનો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે,'રામાયણ' ફિલ્મમાં નવા-નવા કલાકારોની એન્ટ્રીની જાણકારી આવ્યા કરે છે. પરંતુ નિર્માતા-દિગ્દર્શકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.


