OTT પર મનોરંજનનો ધમાકો: આ વીકએન્ડમાં રિલીઝ થશે 9 નવી ફિલ્મો અને વેબ સીરિઝ; સસ્પેન્સ, રોમાન્સ અને એક્શનનો ઓવરડોઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ultimate Weekend Binge Guide: જો તમે પણ વીકએન્ડ પર ઘરે બેઠા નવી ફિલ્મો અને વેબ સીરિઝ જોવાના શોખીન છો, તો આ સપ્તાહ તમારા માટે મનોરંજનથી ભરપૂર રહેવાનું છે. 29 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 વચ્ચે નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો, જિયો હોટસ્ટાર અને સોની લિવ જેવા અગ્રણી OTT પ્લેટફોર્મ્સ પર એક પછી એક 9 મોટી ફિલ્મો અને સીરિઝ ડિજિટલ સ્ક્રીન પર દસ્તક આપવા જઈ રહી છે. આ રિલીઝમાં એક્શન, થ્રિલર, ક્રાઇમ, કોમેડી, રોમાન્સ અને ફેમિલી ડ્રામા સહિતની તમામ શૈલીઓનો સમાવેશ થાય છે, જે દરેક ઉંમરના દર્શકોને આકર્ષિત કરશે.
આ અઠવાડિયે OTT પર રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સીરિઝનું સંપૂર્ણ શેડ્યૂલ નીચે મુજબ છે:
29 જુલાઈના રોજ રિલીઝ થનારા મુખ્ય પ્રોજેક્ટ્સ
ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2: વર્ષો બાદ આ સુપરહિટ ફિલ્મની સિક્વલ આવી રહી છે. ફેશન ઇન્ડસ્ટ્રીની ચળકાટ, મોટા નિર્ણયો અને પ્રોફેશનલ લાઈફના પડકારો આ ફિલ્મમાં નવા અને જૂના કલાકારો સાથે જોવા મળશે.
ફાઇનલ પ્રોજેક્ટ: સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મ એક એવા મિશન પર આધારિત છે જ્યાં દરેક મોડ પર નવા રહસ્યો ખુલશે અને જોરદાર એક્શન જોવા મળશે.
ધ ડેવિલ્સ માઉથ: આ એક પ્યોર હોરર-થ્રિલર ફિલ્મ છે. વાર્તા એવા લોકોની છે જેઓ એક અજાણી ખતરનાક જગ્યાએ પહોંચી જાય છે અને ભયાનક ઘટનાઓનો સામનો કરે છે.
30 જુલાઈના રોજ ધૂમ મચાવશે આ સીરિઝ
હાર્ટબીટ 3: આ પોપ્યુલર મેડિકલ ડ્રામા સીરિઝ તેની ત્રીજી સીઝન સાથે વાપસી કરી રહી છે. આ વખતે ડોક્ટરોની પર્સનલ લાઈફ અને હોસ્પિટલના અંદરના ભાવનાત્મક પડકારોને વધુ ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવશે.
ધ બોમ્બિંગ ઓફ પેન એમ 103: આ ફિલ્મ એક ઐતિહાસિક વિમાન દુર્ઘટના અને તેની પાછળની તપાસ પર આધારિત છે. જેમાં પીડિત પરિવારોના સંઘર્ષ અને તપાસ એજન્સીઓની પડતાલને વણી લેવામાં આવી છે.
31 જુલાઈના રોજ રિલીઝ થનારો મોટો ધમાકો
ઠુકરા કે મેરા પ્યાર 2: દર્શકોની મનપસંદ રોમેન્ટિક ડ્રામા સીરિઝની આ સીઝન 2 છે. આ વખતે વાર્તામાં પ્રેમ, વિશ્વાસ અને બદલાની ભાવના સાથે સંબંધોના નવા ઉતાર-ચઢાવ જોવા મળશે.
ધ લેજેન્ડ ઓફ કર્ણ: મહાભારતના મહાન યોદ્ધા કર્ણના જીવન, ત્યાગ, સંઘર્ષ અને વીરતાને એક તદ્દન નવા પૌરાણિક અને ઐતિહાસિક અંદાજમાં આ સીરિઝ દ્વારા રજૂ કરવામાં આવશે.
બેમેન: કેપ્ડ ક્રુસેડર સીઝન 2: બેટમેનની આ એનિમેટેડ સીરિઝની બીજી સીઝનમાં ગોથમ સિટીના ગુનેગારો અને નવા વિલન સામે બેટમેનની જંગ, શાનદાર એક્શન અને રોમાંચ સાથે જોવા મળશે.
લેડીઝ ઇન બ્લેક: આ એક ક્રાઇમ-ડ્રામા સીરિઝ છે, જેમાં કેટલીક મહિલાઓની જિંદગી અચાનક ગુના અને રહસ્યોના જાળમાં ફસાઈ જાય છે. વાર્તામાં ઘણા ચોંકાવનારા ટ્વિસ્ટ સામેલ છે.









