Get The App

દ્રશ્યમ થ્રીમાં મલયાલમ અને હિન્દીમાં અલગ અલગ સ્ટોરી હશે

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
દ્રશ્યમ થ્રીમાં મલયાલમ અને હિન્દીમાં અલગ અલગ સ્ટોરી હશે 1 - image

- મલયાલમ ફિલ્મ બીજી એપ્રિલે અને હિન્દી ફિલ્મ બીજી ઓક્ટોબરે રજૂ થશે

મુંબઇ : સસ્પેન્સ, પરિવાર અને નૈતિક ગુંચવણોની ફરતે રચાયેલી સફળ ફ્રેન્ચાઇઝી નામે દૃશ્યમનો ત્રીજો ભાગ હાલ બની રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે આ વખતે ફિલ્મસર્જકોએ બંને ભાષાની ફિલ્મ અલગ અલગ સ્ટોરીલાઇન સાથે બનાવી રહ્યા છે. મલયાલમ ફિલ્મમાં મોહનલાલ ફરી એકવાર જ્યોર્જકુટ્ટીની ભૂમિકામાં જોવા મળશે. કેરળની સંસ્કૃતિમાં આકાર લેતી પ્રથમ બે ફિલ્મો કરતાં ત્રીજા ભાગમાં સાયકોલોજિકલ પરિણામો ચોંકાવનારા બની રહેશે. 

હિન્દી દૃશ્યમ થ્રીમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. પણ આ ફિલ્મમાં નવા વળાંકો છે અને પાત્રોના ઇરાદા પણ અલગ અલગ છે. તપાસનો એંગલ પણ અલગ રહેશે. આને કારણે બંને ફિલ્મો જોનારા દર્શકને પણ એક નવો અનુભવ થશે. હાલ બંને ફિલ્મો અલગ અલગ બની રહી છે. દૃશ્યમ એક એવી ફ્રેન્ચાઇઝી બની રહી છે જે પ્રાદેશિક હોવા છતાં તેનો ત્રીજો ભાગ પણ હિન્દીમાં બની રહ્યો છે. મલયાલમ દૃશ્યમ થ્રીનું નિર્દેશન જીતુ જોસેફ કરી રહ્યા છે અને આ ફિલ્મ બીજી એપ્રિલે રજૂ કરવામાં આવશે. જ્યારે હિન્દી દૃશ્યમ થ્રીનું નિર્દેશન અભિષેક પાઠક કરી રહ્યા છે અને તેને બીજી ઓક્ટોબરે રજૂ કરવામાં આવશે.