'દ્રશ્યમ-3'નું સસ્પેન્સથી ભરપૂર ટ્રેલર થયું રિલીઝ, ઈમોશન્સ સાથે રમત.., 21 તારીખે થશે ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drishyam 3 Trailer Out: મોહનલાલની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જીતુ જોસેફ દ્વારા દિગ્દર્શિત આ રસપ્રદ સ્ટોરીનો ત્રીજો ભાગ અગાઉના બે પાર્ટ જેટલો જ રોમાંચક અને ઈમોશનલ છે. વર્ષ 2013માં 'દ્રશ્યમ' અને 2021માં 'દ્રશ્યમ 2' રિલીઝ થયું હતું. આ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝે ભારતની સૌથી પ્રિય થ્રિલર કેટેગરીમાં આગવું સ્થાન મેળવ્યું છે. હવે 'દ્રશ્યમ 3'નું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારે ફિલ્મ પ્રત્યે ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધ્યું છે.
'દ્રશ્યમ 3' ફિલ્મનું ટ્રેલર રિલીઝ
'દ્રશ્યમ 3'ના ટ્રેલરમાં શાનદાર વિઝ્યુઅલ, જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોવા મળે છે, જે ફિલ્મની વાર્તાને લઈને સસ્પેન્સ વધારે છે. હાઇ-ઓક્ટેન એક્શન, ઈમોશનલ ડાયલોગ અને રહસ્યમય ઘટનાઓ ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે. ટ્રેલરમાં અનેક જબરદસ્ત સીન અને એક્શન જોવા મળે છે.
ક્યારે રિલીઝ થશે
એક્ટર મોહનલાલ સાથે ફિલ્મમાં મીના, અંસિબા હસન અને એસ્થર અનિલ જોવા મળશે. જ્યારે સપોર્ટિંગ કાસ્ટમાં સિદ્ધીકી, આશા શરથ અને મુરલી ગોપીનો સમાવેશ થાય છે. આ ફિલ્મ આગામી 21 મે, 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ વર્ષની મોસ્ટ અવેઇટેડ મલયાલમ ફિલ્મમાંથી એક છે.
આ ફિલ્મને એન્ટની પેરુમ્બાવુર દ્વારા આશીર્વાદ સિનેમાઝ, પેન સ્ટુડિયોઝ અને પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને CBFC તરફથી U/A 13+ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મનું મ્યુઝિક અનિલ જોનસન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. જ્યારે એડિટિંગ વિનાયક વીએસે કર્યું છે. તેમજ સતીશ કુરુપે ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે.









