Entertainment

બોલિવૂડમાં ખુદને સુપર સ્ટાર ગણાવતી અભિનેત્રીઓ પર ભડકી અમીષા પટેલ, એક પછી એક પોસ્ટમાં કર્યા તીખા પ્રહાર

By GS Team
9 May 20262 mins read
TukuTouch Logo
ફિલ્મ 'ગદર'ની 'સકીના' એટલે કે અભિનેત્રી અમીષા પટેલ તેના બેબાક અંદાજને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને તેણે બોલિવૂડની નવી પેઢીની અભિનેત્રીઓ અને તેમના પીઆર (PR) ગેમ પર આકરા પ્રહારો કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવૂડમાં ખુદને સુપર સ્ટાર ગણાવતી અભિનેત્રીઓ પર ભડકી અમીષા પટેલ, એક પછી એક પોસ્ટમાં કર્યા તીખા પ્રહાર

Ameesha Patel: ફિલ્મ 'ગદર'ની 'સકીના' એટલે કે અભિનેત્રી અમીષા પટેલ તેના બેબાક અંદાજને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને તેણે બોલિવૂડની નવી પેઢીની અભિનેત્રીઓ અને તેમના પીઆર (PR) ગેમ પર આકરા પ્રહારો કર્યા છે.

પીઆર ગેમ અને નકલી સ્ટારડમ પર પ્રહાર

અમીષા પટેલે કોઈનું નામ લીધા વગર જણાવ્યું કે, માત્ર પીઆર ગેમ રમીને પોતાને સુપરસ્ટાર કહેવડાવવાનું બંધ કરવું જોઈએ. તેણે કડવું સત્ય કહેતા લખ્યું કે, પોતાને સુપરસ્ટાર ત્યારે જ કહો જ્યારે તમે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચે તેવું કામ કર્યું હોય. ઘણી અભિનેત્રીઓ કે જેઓએ કારકિર્દીમાં એક પણ સોલો બ્લોકબસ્ટર ફિલ્મ આપી નથી, તે પણ આજે પોતાને સ્ટાર ગણાવી રહી છે. અમીષાના મતે, વર્ષમાં માત્ર બે ફિલ્મો કરવાથી કે સેટ પર ફરવાથી કોઈ સ્ટાર નથી બની જતું, તમે માત્ર એક એક્ટર બનો છો જે અમુક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યા છે.


100 કરોડની ક્લબ અને ગ્લોબલ સુપરસ્ટારની વ્યાખ્યા

અમીષાએ દાવો કર્યો કે કેટલીક અભિનેત્રીઓની ફિલ્મો 200 કરોડ પણ કમાતી નથી, છતાં તેઓ પૈસા આપીને પોતાને નંબર 1 કે નંબર 2 અભિનેત્રી તરીકે ઓળખાવે છે. તેણે યાદ અપાવ્યું કે આ વર્ષ 2000 નથી પણ 2026 ચાલી રહ્યું છે, તેથી હવે 100 કરોડની કમાણી કોઈ મોટી વાત નથી. તેના મતે, અસલી ગ્લોબલ સુપરસ્ટાર એ જ છે જેની ફિલ્મો દુનિયાભરમાં કમાણી કરે અને સતત બોક્સ ઓફિસ પર સફળ રહે.


આ પણ વાંચો: ચેન્નઈમાં શ્રીદેવીની પ્રોપર્ટીના કેસમાં કપૂર પરિવારની જીત

પોતાની સફળતા અને 'ગદર 3' અંગે મોટું એલાન

અમીષાએ પોતાની કારકિર્દીની વાત કરતા જણાવ્યું કે તેણે 'કહો ના પ્યાર હૈ', 'ગદર' અને 'ગદર 2' જેવી ત્રણ મોટી હિટ ફિલ્મો આપી છે, જેનું કલેક્શન અને ફૂટફોલ ઘણો મોટો હતો. તેણે એમ પણ કહ્યું કે તેનો પીઆર ગેમ ભલે નબળો હોય, પરંતુ તેણે તેના કો-સ્ટાર્સને તેમની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મો આપી છે. અંતમાં, તેણે ચાહકોને વચન આપતા જણાવ્યું કે તેની ફિલ્મ 'ગદર 3' ટૂંક સમયમાં થિયેટરોમાં આવશે અને રિલીઝ થતાની સાથે જ મોટો ધડાકો કરશે.