દિલજીત દોસાંજની ફિલ્મ સતલજ 48 કલાકમાં ઓટીટી પરથી હટાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતવિરોધી તત્વોને બહાનું મળશે તેવું કારણ અપાયું
મૂળ પંજાબ 95 ટાઇટલ ધરાવતી ફિલ્મ ત્રણ વર્ષના વિલંબ બાદ રજૂ કરાઇ, હું અંધકારને પડકારું છુ : દિલજીતની પોસ્ટ
મુંબઈ : દિલજીત દોસાંજની વિવાદાસ્પદ ફિલ્મ સતલજને ઝીફાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી રિલિઝ થયાના બે જ દિવસમાં હટાવી દેવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. જોકે, તરત જ ફિલ્મની પાઇરસી થવા માંડી હતી.
બીજી તરફ દિલજીત દોસાંજે ફિલ્મના દૃશ્ય સાથે પોસ્ટ મુકી હતી કે હું અંધકારને પડકારું છું. ઇન્સ્ટા પર લાઇવ સેશન દરમ્યાન દિલજીતે જણાવ્યું હતું કે એકવાર કન્ટેન્ટ ઓનલાઇન થઇ જાય તે પછી તેને સમૂળગું દૂર કરી શકાતું નથી. દિલજીતે પંજાબને પોતાનો ટેકો હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
મૂળ પંજાબ ૯૫ ટાઇટલ ધરાવતી ફિલ્મને સતલજ નામે ઝી ફાઇવ પર ત્રણ વર્ષના વિલંબ બાદ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મના અમુક સીનનો ભારતવિરોધી તત્વો દુરૂપયોગ કરે તેવો ડર બતાવી તેને હટાવી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફિલ્મને થિયેટરમાં દર્શાવવાની મંજૂરી ન મળી શકતાં તેને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ દર્શાવવા માટે સેન્સરબોર્ડના પ્રમાણપત્રની જરૂર પડતી નથી.
ઝી ફાઇવે નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે સતલજ ભારતમાં ઉપલબ્ધ નથી. અમે આધારભૂત અને અર્થપૂર્ણ વૃત્તાંત પ્રતિ પ્રતિબદ્ધ છીએ અને દર્શકો માટે ફિલ્મ પ્રદર્શિત કરવા માટે તમામ કાનુની વિકલ્પો ચકાસી રહ્યા છીએ.
માનવ અધિકાર કાર્યકર જશવંતસિંહ ખાલરાના જીવન પર આધારીત ફિલ્મમાં પંજાબમાં ઉગ્રવાદીઓના આંદોલન થયા તે સમયગાળામાં ગેરકાયદે લોકોને મારી તેમના ગુપ્ત રીતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા તે બાબતને ઉઘાડી પાડવામાં આવી છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ફિલ્મને પંજાબના ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણને ઉજાગર કરતી હોઇ તેને દબાવી દેવી ન જોઇએ તેમ જણાવ્યું હતું.









