Get The App

અક્ષય કુમારની ગુલબાંગો છતાં ભૂત બંગલા પાછળ ઠેલાશે

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
અક્ષય કુમારની ગુલબાંગો છતાં ભૂત બંગલા પાછળ ઠેલાશે 1 - image

- એક સપ્તાહ મોડી રીલિઝ થવાની ચર્ચા 

- અગાઉ અક્ષય કુમારે ડિંગ હાંકી હતી કે  ધુરંધર ટુથી તેની ફિલ્મને કોઈ ફરક નહિ પડે

મુંબઈ : 'ધુરંધર ટુ'ની  સફળતા જોતાં ભૂત બંગલાની ટીમ ફિલ્મની રીલિઝ એક સપ્તાહ પાછી ઠેલાય તેવી શક્યતા છે. 

મૂળ તારીખ પ્રમાણે આ ફિલ્મ ૧૦મી એપ્રિલે રીલિઝ થવાની છે. જોકે, હવે તે ૧૭મી એપ્રિલ પર ઠેલાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ 'ભૂત બંગલા'ની ટીમને જણાઇ રહ્યું છે કે,' ધૂરંધર ટુ'નો ક્રેઝ હજી જલદી પુરો થાય તેમ  નથી.

 'ભૂતબંગલા' ટિકિટબારી પર સારું પોટેન્શિયલ ધરાવે છે અને નાહકનો ક્લેશ કરવાનો કોઈ મતલબ નથી. 

ઉલ્લેખનીય છે કે અગાઉ અક્ષય કુમારે એવી ડિંગ હાંકી હતી કે 'ધુરંધર ટુ'થી તેની ફિલ્મને કોઈ ફરક પડવાનો નથી. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શન ફરી કોલબરેટ કરી રહ્યા છે. વામિકા ગબ્બી અક્ષય કુમારની હિરોઈન છે.