Entertainment

રણવીરને ધમકી બાદ પહેલીવાર દીપિકા બાંદરાનાં નવાં ઘરે પહોંચી

By GS Team
19 Feb 20261 min read
રણવીરને ધમકી બાદ પહેલીવાર દીપિકા બાંદરાનાં નવાં ઘરે પહોંચી

- રણવીર-દીપિકા બંનેની સુરક્ષા વધારી દેવાઈ છે 

- રણવીર-દીપિકા હાલ જ્યાં રહે છે એ સોસાયટીએ સુરક્ષા જવાનોની હાજરી સામે વિરોધ નોંધાવ્યો છે

મુંબઈ : રણવીર સિંહને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળ્યા બાદ પહેલીવાર દીપિકા જાહેરમાં નીકળી હતી અને તે તેમનાં મુંબઈનાં બાંદરા ખાતેનાં નવાં ઘરે ગઈ હતી. 

રણવીર અને દીપિકા સાઉથ મુંબઈના પ્રભાદેવીમાં રહે છે. જોકે, તેમણે બાંદરામાં શાહરુખના બંગલાની પાસે જ એક ટાવરમાં ચાર માળ ખરીદ્યા છે. જેની કિંમત ૧૦૦ કરોડથી પણ વધુ હોવાનું અંદાજવામાં આવે છે. 

દીપિકા તાજેતરમાં તેની દીકરી દુવા સાથે આ નવાં ઘરની મુલાકાતે પહોંચી હતી. જોકે, સલામતીનાં કારણોસર તેણે પાપારાઝી સમક્ષ પોઝ આપવાનું ટાળ્યું હતું. 

રણવીરને ધમકી મળ્યા બાદ તેઓ પ્રભાદેવીમાં જ્યાં રહે છે એ સોસાયટીમાં વધારાના પ્રાઈવેટ ગાર્ડસ ગોઠવાયા છે. જોકે, સોસાયટીના જીમ સહિતનાં કોમન એરિયાઝમાં આ ગાર્ડસની હાજરી સામે સોસાયટી મેનેજમેન્ટ દ્વારા વિરોધ નોંધાવાયો છે.