Entertainment

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ગંભીર, વેન્ટિલેટર પર અપાઈ રહી છે સારવાર

By GS TEAM
10 Nov 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડતાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આજે (10 નવેમ્બર) સવારે તેમની તબિયત વધુ લથડી છે, જેના કારણે તેમને આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હોવાની માહિતી સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ગંભીર, વેન્ટિલેટર પર અપાઈ રહી છે સારવાર

Veteran Actor Dharmendra On Ventilator In ICU : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડતાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આજે (10 નવેમ્બર) સવારે તેમની તબિયત વધુ લથડી છે, જેના કારણે તેમને આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હોવાની માહિતી સામે આવી છે.

હોસ્પિટલમાં પરિવારની અવરજવર વધી

સૂત્રોના જણાવ્યા અનુસાર, 89 વર્ષીય ધર્મેન્દ્રની આજે તબિયત બગડ્યા બાદ વેન્ટિલેટર પર ખસેડાયા છે. આ સમાચાર બાદ પરિવારના કેટલાક સભ્યોની હોસ્પિટલમાં અવરજવર વધી છે. તેમની તબિયત અંગે પરિવાર કે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન માંગી

હેમા માલિનીએ આપ્યું હતું હેલ્થ અપડેટ

આ પહેલા ત્રીજી નવેમ્બરે ધર્મેન્દ્રના બીજી પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ ધર્મેન્દ્રની તબિયત અંગે માહિતી આપી હતી. એરપોર્ટ પર જ્યારે તેમને ધર્મેન્દ્રની તબિયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે હેમા માલિનીએ હાથ જોડીને 'ઠીક છે' તેમ કહીને સંકેત આપ્યો હતો કે, તેમની તબિયત સ્થિર છે.

તાજેતરમાં જ ધર્મેન્દ્રની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધર્મેન્દ્રની આગામી ફિલ્મ ‘ઈક્કિસ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના પર સની દેઓલે પિતાના દમદાર અભિનયની પ્રશંસા કરી હતી. આ પહેલા 2022માં પણ તેમને સ્નાયુઓ સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હાલમાં ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો : 'બિહારમાં મોટાભાગના ઓબ્ઝર્વર-અર્ધસૈનિક દળ ભાજપ શાસિત રાજ્યોના...' તેજસ્વીનો ગંભીર આરોપ