Get The App

ભુવન બામે કારકિર્દીની પહેલી ફિલ્મ કુક્કુ કી કુંડલીનું શૂટિંગ શરુ કર્યું

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
ભુવન બામે કારકિર્દીની પહેલી ફિલ્મ  કુક્કુ કી કુંડલીનું  શૂટિંગ શરુ કર્યું 1 - image

- કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે 

- ભુવન બામ તથા હિરોઈન વામિકા ગબ્બીએ લખનઉના વિવિધ લોકેશન્સ પર શૂટિંગ કર્યું

મુંબઈ : દેશનો ટોપનો યુ ટયુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભુવન બામ હવે ફિલ્મનો હિરો બની ગયો છે. તેણે પોતાની કારકિર્દીની પહેલી ફિલ્મ 'કુક્કુ કી કુંડલી' નું શૂટિંગ શરુ કરી દીધું છે. કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં વામિકા ગબ્બી કરણ જોહરની હિરોઈન છે. ભુવન અને વામિકા દિલ્હી અને ત્યાંથી લખનઉ પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે વિવિધ લોકેશન પર શૂટિંગ શરુ કર્યું હતું. 

હજુ એક મહિનો સુધી ઉત્તર પ્રદેશમાં કાનપુર સહિતનાં સ્થળોએ ફિલ્મનું શૂટિંગ થવાનું છે.