કે-પૉપ સિંગર Aoora પર ચઢ્યો ભક્તિનો રંગ: 'શિવ તાંડવ સ્તોત્ર'નું EDM વર્ઝન સોશિયલ મીડિયા પર વાઇરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - instagram.com/aoora69) |
Aoora Shiva Shivam Song: ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ હવે સાત સમુદ્ર પાર કોરિયા સુધી પહોંચ્યો છે. તાજેતરમાં પ્રખ્યાત કે-પૉપ(K-Pop) કલાકાર Aoora(ઓરા) સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ઓરાએ ભગવાન શિવના અત્યંત શક્તિશાળી એવા 'શિવ તાંડવ સ્તોત્ર'ને એક નવા અને આધુનિક અંદાજમાં રજૂ કર્યું છે. 'શિવા શિવમ' શીર્ષક સાથેના આ ગીતના ટીઝરમાં ઓરા ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક(EDM)ના તાલે 'પ્રફુલ્લ નીલ પંકજ...' શ્લોક ગાતા જોવા મળે છે. આ ફ્યુઝન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે અને ભારતીય ચાહકો આ કોરિયન કલાકારની શ્રદ્ધા અને અનોખા અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
મહાદેવને પ્રસન્ન કરવા માટે રચાયેલી સ્તુતિ
પૌરાણિક માન્યતા મુજબ, શિવ તાંડવ સ્તોત્રની રચના લંકાપતિ રાવણ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રાવણે અહંકારમાં આવી કૈલાશ પર્વત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહાદેવે પોતાના અંગૂઠાથી પર્વત દબાવ્યો હતો. તે સમયે શિવજીને પ્રસન્ન કરવા અને પોતાની ભૂલની ક્ષમા માંગવા રાવણે આ સ્તુતિ ગાઈ હતી.
આ પણ વાંચો: 90 વર્ષીય દિગ્ગજ ફિલ્મ રાઈટર સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
શિવ તાંડવના 17 શ્લોક અને તેના ફાયદા
કુલ 17 શ્લોક ધરાવતું આ સ્તોત્ર માનસિક શાંતિ, શત્રુઓથી રક્ષણ અને જીવનમાં સંતુલન જાળવવા માટે રામબાણ માનવામાં આવે છે. Aoora એ હજુ આ ગીતની રિલીઝ ડેટ જાહેર કરી નથી, પરંતુ તેના ટીઝરે અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી દીધી છે.









