Get The App

હર્ષવર્ધન રાણેની યુનિફોર્મ ફિલ્મ માટે અનિલ કપૂરને ઓફર

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
હર્ષવર્ધન રાણેની યુનિફોર્મ ફિલ્મ માટે અનિલ કપૂરને ઓફર 1 - image

- મિલાપ ઝવેરી ફિલ્મ બનાવી રહ્યો છે

- અનિલ કપૂરને આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ ઓફર કરાયાની ચર્ચા

મુંબઇ : મિલાપ ઝવેરી અને હર્ષવર્ધન રાણે 'એક દીવાને કી દીવાનિયત' પછી  બીજી વખત  ફિલ્મ 'યુનિફોમ'ર્માં સાથે કામ કરશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,આ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રી પણ થવાની શક્યતા  છે.

અનિલકપૂરનો આ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અનેઆકાંક્ષા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું શૂટિંગ મે ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. જોકે અનિલ કપૂરની આ ફિલ્મની એન્ટ્રી વિશે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.   ઉલ્લખનીય છે કે, અનિલ કપૂરે પોતાની પાંચ દાયકાની  લાંબી કારકિર્દીમાં સાત વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે.