Get The App

અનિલકપૂરનો ડ્રેગન ફિલ્મમાં વિલનના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
અનિલકપૂરનો ડ્રેગન ફિલ્મમાં વિલનના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો 1 - image

મુંબઇ : ફિલ્મ ડ્રેગનના દિગ્દર્શક અને અનિલ કપૂરહાલ મુંબઇમાં સાથેજોવા મળ્યા હતા. ત્યારથી અભિનેતા ડ્રેગન ફિલ્મમાં વિલનના રોલમાં કામ કરવા માટે વાતચીત  કરી રહ્યો હોવાની ચર્ચા છે. જોકે સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી નથી.ડ્રેગન ફિલ્મમાં  જુનિયર એનટીઆર મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. પહેલા આ ફિલ્મ જુન મહિનામાં રિલીઝ કરવાની યોજના હતી પરતુ હવે ૨૦૨૬ના અંતિમ મહિનાઓમાં રિલીઝ કરવાની યોજના છે. 

થોડા સમય પહેલા ૨૦૨૬ની આવનારી ફિલ્મોમાં ડ્રેગનનો ઉલ્લેખ હતો. અનિલ કપૂરે ત્યારે જ ફોટો શેર કરીને ફિલ્મમાં પોતાની એન્ટ્રી કન્ફર્મ કરી હતી. 

જોકે ત્યારે પણ ફિલ્મસર્જકે આ બાબતે ચૂપકીદી સેવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ધૂરંધર ટુ માટે પણ અનિલ કપૂરનો સંપર્ક કરવામા આવ્યો હતો. પરંતુ તેની પાસે ફિલ્મના શેડયુલ માટે તારીખો ન હોવાથી તેણે આ ફિલ્મ સ્વીકારી નહોતી.