Entertainment

અનન્યા પાંડે અને લક્ષ્યની ચાંદ મેરા દિલ ફિલ્મની રિલીઝની ઘોષણા

By GS Team
1 Feb 20261 min read
અનન્યા પાંડે અને લક્ષ્યની ચાંદ મેરા દિલ ફિલ્મની રિલીઝની ઘોષણા

- 10 એપ્રિલના બદલે 8 મેના રોજ રિલીઝ કરવામાં આવશે

મુંબઇ : અનન્યા પાંડે અને લક્ષ્યની ચાંદ મેરા દિલ ફિલ્મની રિલીઝની નવી તારીખ આવી છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલના રોલ રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી હતી. પરંતુ હવે અપડેટના અનુસાર, આ ફિલ્મને ૮ મેના રોજ રિલીઝ કરવામાં આવશે.ફિલ્મની રિલીઝની તારીખ વારંવાર બદલાઇ રહી હોવાની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

અનન્યા પાંડે અને લક્ષ્યની ચાંદ મેરા દિલ ફિલ્મની ઘોષણા ૨૦૨૪માં કરવામાં આવી હતી.આ રોમેન્ટિક ડ્રામાને ૨૦૨૫માં રિલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ પછી ૩૧ જાન્યુઆરીના પણ પોસ્ટપોન્ડ કરીને ૧૦ એપ્રિલની ઘોષણા કરી હતી પરંતુ હવે ૮ મેની રિલીઝનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિવેકનું છે જે દિગ્દર્શક તરીકે તેનો આ ત્રીજો પ્રોજેક્ટ છે.