Entertainment

અમિતાભ બચ્ચને શત્રુઘ્નની ગાડીને ધક્કો મારવો પડતો, બિગ બીએ કહ્યું- સાવ ભંગાર ગાડી હતી

By GS Team
22 Jan 20253 mins read
This article was originally published on 22 Jan 2025
TukuTouch Logo
અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા ભૂતકાળમાં સુપરસ્ટાર હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'દોસ્ત', 'કાલા પથ્થર', 'દોસ્તાના' અને 'શાન' ફિલ્મનો સમાવેશ થાય છે. બંને કલાકારો ખૂબ જ સારા મિત્ર હતા અને બંને વચ્ચે સારુ બોન્ડિગ પણ હતું. જોકે બંનેની કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ છે. ત્યારે અમિતાભ બચ્ચને એક ઘટના વર્ણવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, શત્રુઘ્ન હંમેશા ફિલ્મના સેટ પર મોડા આવતા હતા, એટલું જ નહીં, તેઓ મારી પાસે તેમની ગાડીને ધક્કો મરાવતાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમિતાભ બચ્ચને શત્રુઘ્નની ગાડીને ધક્કો મારવો પડતો, બિગ બીએ કહ્યું- સાવ ભંગાર ગાડી હતી

Image Twitter 

Amitabh Bachchan had to Push Shatrughan's car :  અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા ભૂતકાળમાં સુપરસ્ટાર હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'દોસ્ત', 'કાલા પથ્થર', 'દોસ્તાના' અને 'શાન' ફિલ્મનો સમાવેશ થાય છે. બંને કલાકારો ખૂબ જ સારા મિત્ર હતા અને બંને વચ્ચે સારુ બોન્ડિગ પણ હતું. જોકે બંનેની કામ કરવાની રીત સંપૂર્ણપણે અલગ છે. ત્યારે અમિતાભ બચ્ચને એક ઘટના વર્ણવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, શત્રુઘ્ન હંમેશા ફિલ્મના સેટ પર મોડા આવતા હતા, એટલું જ નહીં, તેઓ મારી પાસે તેમની ગાડીને ધક્કો મરાવતાં હતા. 

આ પણ વાંચો : 'લોકો મને આઈટમ ગર્લ સમજતા હતા...' જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું, નેપોટિઝમ અંગે કરી ટિપ્પણી

અમિતાભને જૂના દિવસો યાદ કર્યા

સાજિદ ખાન અને રિતેશ દેશમુખના શો 'યારોં કી બારાત'ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા એક સાથે જોવા મળ્યા હતા. અહીં અમિતાભે શત્રુઘ્ન સમયસર ન આવવા અને તેમના બેદરકારીભર્યા વલણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, 'તેમનામાં કેટલાક ખાસ ગુણો છે.' જે હું આજે પણ કહી શકું છું. બધાને ખબર છે કે તેમને દરેક જગ્યાએ મોડા પહોંચવાની આદત છે. આજે તે મારાથી અડધો કલાક વહેલો આવી ગયા છે. બિગ બીની આ વાત સાંભળીને શત્રુઘ્ન હસી પડ્યા હતા અને કહ્યું, 'મારી જીંદગીમાં પહેલીવાર હું તેમનાથી વહેલા પહોંચ્યો છું.'

એ સમયે અમે શિફ્ટમાં કામ કરતા હતા

એ પછી અમિતાભ બચ્ચનને તે સમય યાદ કર્યો જ્યારે તેઓ શત્રુઘ્ન સિંહા સાથે 'શાન' અને 'નસીબ' બંને ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, 'એ સમયે અમે શિફ્ટમાં કામ કરતા હતા. તો, સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી શાન ફિલ્મનો સમય હતો અને બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નસીબનો સમય હતો. શાનનું શૂટિંગ ફિલ્મ સિટીમાં ચાલતું હતું અને નસીબનું શૂટિંગ ચાંદિવલી સ્ટુડિયોમાં ચાલતું હતું. જ્યાં એક ફરતું થિયેટર હતું. હું ફિલ્મના શૂટિંગ માટે 7 વાગ્યે પહોંચતો હતો અને આ 11-12 વાગ્યે આવતા હતા. અને 2 વાગ્યે પેકઅપ કર્યા પછી અમે બીજા શૂટિંગ માટે નીકળતા હતા. 

હું 2 વાગ્યે ચાંદિવલી સ્ટુડિયો જવા નીકળતો, આ મહાશય 6 વાગ્યે પહોંચતા

બિગ બીએ આગળ કહ્યું, 'હું કહેતો કે ચલો હવે બીજા શૂટિંગ માટે જવાનું છે, તો આ કહેતા કે હા ચાલો જઈએ.' હું 2 વાગ્યે ચાંદિવલી સ્ટુડિયો જવા નીકળ્યો, આ મહાશય 6 વાગ્યે પહોંચતા. એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, આ ક્યાંક ગાયબ થઈ જતા હતા. 

આ પણ વાંચો : પુષ્પા-ટૂના નિર્માતાઓેને ત્યાં ઈનકમટેક્સના દરોડા

શત્રુઘ્ન અમિતાભને ધક્કો મારવા માટે મજબૂર કરતા હતા

આપણને ક્યારેય એવો વિચાર આવે કે, અમિતાભ બચ્ચન જેવા સુપર સ્ટારનું જીવન તેના મિત્રો સાથે અલગ જ રહ્યું હશે. પણ હકીકતમાં એવું નથી. બિગ બીએ જણાવ્યું કે, 'એકવાર શત્રુઘ્નની ગાડી મુંબઈના રસ્તા પર ખરાબ થઈ ગઈ, ત્યારે મારે જ તેમની ગાડીને ધક્કો મારવો પડ્યો હતો. ત્યારે અમારી પાસે માત્ર એક ગાડી હતી અને તે શત્રુધ્નની હતી. એક નાની અને ભંગાર ગાડી હતી. ઉદાહરણ તરીકે, જો આપણે બાંદ્રાથી કોલાબા ફિલ્મ જોવા જઈએ, ત્યારે અમે એ ગાડીમાં બેસીને જતા હતા. અને તે ગાડી  અધવચ્ચે જ ખરાબ જઈ જતી હતી. ત્યાર મહાશય ગાડીમાં બેસીને અમને ધક્કો મારવાનું કહેતા હતા. હું મરીન ડ્રાઇવ પર નીચે ઉતરીને ગાડી ધક્કો મારતો હતો, જ્યારે તે ગાડીમાં આરામ ફરમાવતા હતા અને મને ગાડીને બરોબર રીતે ધક્કો મારવાનું કહેતા હતા.