પુષ્પા-ટૂના નિર્માતાઓેને ત્યાં ઈનકમટેક્સના દરોડા

- ત્રણ નિર્માતાઓને ત્યાં આવકવેરાની ટીમો ત્રાટકી
મુંબઈ : અલ્લુ અર્જુનની 'પુષ્પા ટૂ' તથા  કિયારા અડવાણી અને રામચરણની 'ગેમ ચેન્જર '  સહિતની ફિલ્મોના નિર્માતાઓને ત્યાં આવકવેરાએ દરોડા પાડયા છે.  નિર્માતા દિલ રાજુ, નવીન યેરમેની તથા રવિ શંકરને ત્યાં આવકવેરાની ટીમો ત્રાટકી હતી. હૈદરાબાદ તથા અન્ય સ્થળોએ તેમના ઘરે અને ઓફિસો પર  દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય નિર્માતાઓ તેલુગુ  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ મોટાં માથાં ગણાય છે. 
ઉલ્લેખનીય છે કે 'પુષ્પા ટૂ' ફિલ્મ અત્યાર સુધીમાં ૧૨૦૦ કરોડથી વધારે કમાઈ ચૂકી હોવાનું કહેવાય છે. જોકે, 'ગેમ ચેન્જર'ને ધારી સફળતા મળી નથી. આ ફિલ્મન કલેક્શનના આંકડા પણ બોગસ હોવાના આરોપો થયા છે.

