Entertainment

આલિયા અને શરવરીની અલ્ફા નિર્ધારિત સમય કરતાં જલદી રિલીઝ થશે

By GS Team
31 May 20261 min read
આલિયા અને શરવરીની અલ્ફા નિર્ધારિત સમય કરતાં જલદી રિલીઝ થશે

- 10 જુલાઇના બદલે 3 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે

મુંબઇ : યશરાજ ફિલ્મસની આલિયા ભટ્ટ અને શરવરી વાઘની અલ્ફા લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને પહેલા ૧૦ જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી જેને હવે ૩ જુલાઇના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા ૩ જુલાઇના રોજ ધમાલ ૪ને રિલીઝ કરવાની યોજના હતી પરંતુ હવે તેને ૧૭ જુલાઇના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હોવાથી નિર્માતા આદિત્ય ચોપરાએ ધમાલ ૪ના સ્થાને અલ્ફા ફિલ્મને રિલીઝ કરવાનો ફેંસલો લીધો છે. જોકે યશરાજ ફિલ્મસ તરફથી કોઇ  સત્તાવાર ઘોષણા કરવામા ંઆવી નથી.

અલ્ફામાં આલિયા ભટ્ટે અત્યાર સુધીમાં ન ભજવેલું પાત્ર જોવા મળશે. આ ફિલ્મમાં તે એક હત્યારીની ભૂમિકા ભજવવાની છે.

નાનપણથી જ તેને આ ધ્યેય સાથે જ ઉછરેવામાં આવી હોય છે. 

અલ્ફા આઇ આરએફ સ્પાઇ યૂનિવર્સને આગળ વધારતી ફિલ્મ બશે. જેમાં આલિયઅને શરવરીની સાથે બોબી દેઓલ અને અનિલ કપૂર પણ હશે.