Entertainment

તુમ્બાડ ટુ માટે અક્ષય ખન્ના તથા નવાઝુદ્દિનને ઓફર

By GS Team
18 Feb 20261 min read
તુમ્બાડ ટુ માટે અક્ષય ખન્ના તથા નવાઝુદ્દિનને ઓફર

- તુમ્બાડ કરતાં વધુ મોટાં સ્કેલ પર બનાવાશે

- સીકવલ બની રહી હોવાની લાંબા સમયથી ચર્ચા, હવે પ્રોજેક્ટ પર કામગીરી શરૂ 

મુંબઈ : બહુ વખણાયેલી ફિલ્મ 'તુમ્બાડ'ની સીકવલ બની રહી હોવાની ચર્ચા લાંબા સમયથી છે. જોકે, હવે આ  સીકવલ ફરી ટ્રેક પર આવી હોવાનું કહેવાય છે.  અક્ષય ખન્ના તથા નવાઝુદ્દિન સિદ્દિકીને આ ફિલ્મમાં રોલની ઓફર કરાઈ હોવાનું જાણવા મળે છે. 

મૂળ ફિલ્મ કરતાં સીકવલને વધારે મોટાં બજેટ સાથે વિશાળ સ્કેલ પર બનાવવાનું પ્લાનિંગ છે. એટલે જ આ બે કલાકારોને તેમાં રોલ  ઓફર કરાયા છે. જોકે, બનેએ હજુ સુધી આખરી સંમતિ આપી છે કે કેમ તે તત્કાળ જાણવા  મળ્યું નથી. 

ફિલ્મની ટીમ દ્વારા હજુ સુધી કાસ્ટિંગ કે શૂટિંગ પ્લાનિંગ વિશે કોઈ સત્તાવાર વિગતો અપાઈ નથી.