Get The App

અક્ષય કુમાર રાઉડી રાઠોર ટુનો પાર્ટ નહીં હોય

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
અક્ષય કુમાર રાઉડી રાઠોર ટુનો પાર્ટ નહીં હોય 1 - image

મુંબઇ: નિર્માતા સંજય લીલા ભણશાલી ૨૦૧૨ની પોતાની હિટ ફિલ્મ રાઉડી રાઠોડ ટુની યોજના કરી રહ્યો છે. મૂળ ફિલ્મમાં અક્ષય કુમારે વિક્રાંત સિંહ રાઠોડનો રોલ ભજવ્યો હતો. પરંતુ હવે તેને સીકવલમા ંજોવા નહી મળે તેવો એક સૂત્રે દાવો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ભણશાલી અક્ષય કુમારના સ્થાને  એક પૈન ઇન્ડિયા સ્ટારને લેવાના છે.  સંજય લીલા ભણશાલીની ટીમ રાઉડી રાઠોડ ટુ પર કામ કરી રહી છે. ફિલ્મની કાસ્ટને હજી ફાઇનલ કરવામાં આવી નથી. 

પરંતુ જલદી મોટા પાને પૈન ઇન્ડિયા સ્ટારને આ ફિલ્મની સીકવલમાં કાસ્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાઉડી રાઠોડમાં અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિંહા જોવા મળીહતી.

આ ફિલ્મને પ્રભુદેવાએ ડાયરેકટ કરી  હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાનું કલેકશનકર્યું હતું.