ટ્રોલ થનારી ધૂરંધરના સ્ટાર્સ પણ આંદોલનના સમર્થનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થી આંદોલનમાં સૌથી વધુ પોસ્ટર્સ જોવા મળ્યા હોય તો ધુરંધર ફિલ્મના. આ ફિલ્મને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ ફિલ્મની નવી સીરિઝમાં પેપર લીકની વાત કરવામાં આવશે. આ ટ્રોલિંગ વચ્ચે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનારા આર. માધવને પણ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેણે વિદ્યાર્થીઓની હિંમતને બિરદાવી હતી.
બીજી તરફ, 'ધુરંધર'માં જોવા મળેલી અભિનેત્રી આયેશા ખાન મુંબઈમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દાવો કર્યો કે મુંબઈ પોલીસે તેને અન્ય પ્રદર્શનકારીઓ સાથે અટકાયતમાં લીધી હતી. આયેશાએ જણાવ્યું કે તેણે પોલીસને વારંવાર પૂછયું કે તેમની અટકાયત શા માટે કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. તેણે પોલીસ દ્વારા બળપ્રયોગના પણ આક્ષેપ કર્યા હતા.









