Entertainment

ભાગમભાગ ટુમાં અક્ષય કુમાર બે હિરોઈનો સાથે રોમાન્સ કરશે

By GS Team
26 Feb 20261 min read
ભાગમભાગ ટુમાં અક્ષય કુમાર બે હિરોઈનો સાથે રોમાન્સ કરશે

- મીનાક્ષી ચૌધરી ફાઈનલ, આયશા ખાનને ઓફર

- મનોજ વાજપેયી સામે પણ એક હિરોઈન હશે, વાર્તા મૂળ ફિલ્મ સાથે કનેક્ટ નહિ હોય

મુંબઇ : અક્ષય કુમાર 'ભાગમ ભાગ ટુ' ફિલ્મમાં બબ્બે હસીનાઓ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. એક હિરોઈન તરીકે મીનાક્ષી ચૌધરીને ફાઇનલ કરી દેવામાં આવીછે, જ્યારે  બીજી હિરોઈન તરીકે આયશા ખાન સાથ ેવાતચીત ચાલુ છે. 

મૂળ ફિલ્મમાં ગોવિંદા અને અક્ષયની જોડીએ દર્શકોનું મનોરંજન કર્યુ હતું, પરંતુ આ વખતે ગોવિંદાને પડતો મુકીને મનોજ  વાજપેયીને  લેવામાં આવ્યો છે. 

ઉપરાંત પરેશ રાવલ  કોમેડીની કસર પૂૂરી કરશે. મનોજ વાજપેયી સામે પણ એક હિરોઈનની શોધ ચાલુ છે. 

 'ભાગમ ભાગ ટુ ફિલ્મની વાર્તા સંપૂર્ણ રીતે નવી જ હશે તેવો દાવો છે. મૂળ ફિલ્મ સાથે તેનું કોઈ કનેક્શન નહિ હોય. ફક્ત ફ્રેન્ચાઈઝીની વેલ્યુ ખાતર જ ફિલ્મનું ટાઈટલ 'ભાગમભાગ ટુ' નક્કી કરાયું છે.