- ટી સીરિઝનાં બેનર હેઠળ ફિલ્મ બનશે
- અગાઉ કેશ ફિલ્મ ફ્લોપ ગયા બાદ બંનેના સંબંધ બગડયા હતા
મુંબઈ : અજય દેવગણ અને અનુભવ સિંહા ૧૯ વરસ પછી એક બિગ બજેટ ફિલ્મ માટે ફરી સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. ૨૦૦૭માં બંનેએ 'કેશ ' ફિલ્મ માં સાથે કામ કર્યું હતું. પરંતુ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.
તે વખતે બંને વચ્ચે મન દુઃખ થયું હતું. જોકે, હવે તેમણે કડવાશ ભૂલી ફરી હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. બંનેએ ેટી-સીરીઝ માટે એક બિગ બજેટ મૂવીમાં સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે.
અજય દેવગણ માટે બહુ લાંબા સમય બાદ અનુભવ સિંહા એક બિગ બજેટ ફિલ્મ બનાવશે.


