ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market Crash news : અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલા વચ્ચે ફરી એકવાર યુદ્ધના સંકેત ઘેરાતા અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી કે શેરબજારમાં આજે ધીમા કડાકાની શરૂઆત મોટા કડાકામાં ફેરવાઈ ગઇ. રોકાણકારોએ રાતા આસુએ રડવાનો વારો આવ્યો હશે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ભૂકંપ
વહેલી સવારે સેન્સેક્સમાં જે 600 અને નિફ્ટીમાં 190 પોઇન્ટનો કડાકો હતો તે અચાનક જ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની એવી જાહેરાત કરી કે હવે ઇરાન સાથે કોઈ ડીલ નથી કરવી, તે લોકો ગાંડા થઈ ગયા છે. આ જાહેરાત સાથે જ સેન્સેક્સમાં અચાનક જ 1800થી વધુ તો નિફ્ટીમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો.
રોકાણકારોને મોટું નુકસાન
સેન્સેક્સમાં મંગળવારનું ક્લૉઝિંગ 78,180.72 પોઈન્ટ રહ્યું હતું જે આજે ગગડીને સીધું 76,382.25 પર આવી ગયું હતું. એટલે કે સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 24,398.70 પર બંધ થયો હતો તે આજે 24,259.55 પર ખુલ્યા બાદ સીધો 23,844.50 ની સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટીમાં આજે કુલ 550 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. તેના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.









