Entertainment

અહાન-શર્વરીનાં યુકેનાં શૂટિંગની તસવીરો પ્રચાર માટે લીક કરાઈ

By GS Team
2 Jun 20261 min read
અહાન-શર્વરીનાં યુકેનાં શૂટિંગની તસવીરો પ્રચાર માટે લીક કરાઈ

- ફિલ્મ સર્જકોનો જૂનો  પબ્લિસિટી સ્ટન્ટ

- ફિલ્મ સેટ પર એનડીએ લાગુ હોય છે ત્યાં શૂટિંગ ક્લિપ ઓનલાઈન લીક થવી સહજ નથી

મુંબઇ : અહાન પાંડે અને શર્વરીની આગામી ફિલ્મનું શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું હોવાની કેટલીક ક્લિપ્સ ઓનલાઈન વાયરલ કરવામાં આવી છે. 

આ ક્લિપ્સમાં અહાન પાંડે ક્યાંક ચાલતો જતો હોય તેવાં દ્રશ્યો છે. આ ઉપરાંત એક સોંગ શૂટ થઈ રહ્યું હોય તેવાં પણ દ્રશ્યો છે. 

બોલિવુડ સર્જકો પોતાની ફિલ્મ વિશે સતત ચર્ચા થયા કરે તે માટે આ પ્રકારનાં સ્ટન્ટ અજમાવતા હોય છે. દેખાડો એવો કરવામાં આવે છે કે જાણે આ ક્લિપ્સ શૂટિંગ દરમિયાન લીક થઈ ગઈ હોય અને વાયરલ થઈ ગઈ હોય. 

વાસ્તવમાં બોલિવુડનાં સૂત્રોએ  જણાવ્યું હતું કે હવે ફિલ્મનું શૂટિંગ ક્યાંય પણ ચાલતું હોય તો પણ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ સાથે નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ  કરાય છે. તેઓ ફિલ્મ વિશે કોઈ વાત અનાધિકૃત રીતે જાહેર કરી શકતા નથી. શૂટિંગ વખતે મોબાઈલ કેમેરા વાપરવા પર પ્રતિબંધ હોય છે. આ સંજોગોમાં ફિલ્મનું શૂટિંગ ટ્રેક પર છે અને તેમાં કેવાં લોકેશન્સ કે દ્રશ્યો જોવા મળવાના છે તે વિશે ઉત્કંઠા જગાવવા આ પ્રકારે શૂટિંગ ક્લિપ્સ વાયરલ કરવાનો કિમીયો અજમાવાય છે.