Entertainment

અભિનેત્રી નવનીન્દ્ર બહલનું 76 વર્ષની વયે નિધન: ટીવી જગતમાં શોકની લહેર, નકુલ મેહતાની ભાવુક પોસ્ટ

By GS Team
17 Mar 20263 mins read
TukuTouch Logo
ટેલિવિઝન પર 3 વર્ષ સુધી ધમાલ મચાવનાર સીરિયલ "ઈશ્કબાઝ" ના દાદી નવનીન્દ્ર બહલનું નિધન થઈ ગયું છે. નવનીન્દ્ર બહલે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના દીકરા કાનુ બહલે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. નવનીન્દ્ર બહલે અનેક ફિલ્મો ઉપરાંત ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું હતું. જેમાં "ઈશ્કબાઝ" સૌથી વધુ પોપ્યુલર રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિનેત્રી નવનીન્દ્ર બહલનું 76 વર્ષની વયે નિધન: ટીવી જગતમાં શોકની લહેર, નકુલ મેહતાની ભાવુક પોસ્ટ

Nakuul Mehta Recalls Navnindra Behl: ટેલિવિઝન પર 3 વર્ષ સુધી ધમાલ મચાવનાર સીરિયલ "ઈશ્કબાઝ" ના દાદી નવનીન્દ્ર બહલનું નિધન થઈ ગયું છે. નવનીન્દ્ર બહલે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના દીકરા કાનુ બહલે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. નવનીન્દ્ર બહલે અનેક ફિલ્મો ઉપરાંત ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું હતું. જેમાં "ઈશ્કબાઝ" સૌથી વધુ પોપ્યુલર રહ્યો હતો. આ શો માં નવનીન્દ્રએ આ દાદીની ભૂમિકા ભજવી હતી. તેઓ આ શો માં નકુલ મહેતાની દાદી બન્યા હતા. પીઢ અભિનેત્રીના નિધન બાદ નકુલે પોતાની ઓનસ્ક્રીન દાદી માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે, જે વાયરલ થઈ રહી છે.

નવનીન્દ્ર બહલને યાદ કરતા નકુલ મેહતા ઈમોશનલ થયો

નકુલે નવનીન્દ્ર બહલ સાથેના ઘણા સેટ ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે દાદી સાથે કેટલીક ખાસ ક્ષણો શેર કરતો દેખાયો. આ ફોટા શેર કરતા એક્ટરે લખ્યું કે, 'લાંબા સમય સુધી ચાલતા શોની એ સુંદરતા હોય છે કે તે ક્યારેક-ક્યારેક તમને એવા લોકો સાથે સમય વિતાવવાની તક આપે છે જેઓ કદાચ ત્યાં સુધી તમારી દુનિયાથી અલગ દુનિયામાં જીવી રહ્યા હતા. ત્યારબાદ તેઓ જોત-જોતામાં જાદુઈ રીતે તમારા વ્યક્તિત્વને વધુ સારો આકાર આપે છે. તેમના આદર્શોનો એક ભાગ તમારી અંદર રહે છે.'



અમારા બંનેનું ભગ્ય હતું

નકુલે આગળ લખ્યું કે, 'ઈશ્કબાઝ માં 3 વર્ષ સુધી કામ કર્યા બાદ અમે સેટ પર ઘણા દિવસો સાથે વિતાવ્યા. ઘણીવાર સાથે લન્ચ કર્યું. હું ઘણીવાર તેઓ જે બોરિંગ શાકભાજી લાવતા તે દૂધી અને કારેલાની ફરિયાદ કરતો હતો. પરંતુ તેઓ આગ્રહ કરતા કે અમે તેનું ભોજન જરૂર ખાઈએ. તેમણે ક્યારેય હાર ન માની. એક સૌથી જૂની યાદ છે જ્યારે મારો તેની સાથેનો પહેલો સીન મધ્યરાત્રિની આસપાસ શૂટ કરવામાં આવ્યો હતો. પરિવારના વડા અને તેમના પૌત્ર વચ્ચેની એક ખાસ ક્ષણ હતી. તેની હાજરીમાં કંઈક એવું હતું જેનાથી તમને દરેક સીનમાં તેમની હાજરીનો અહેસાસ થતો હતો. તેમને રિહર્સલ પસંદ હતી અને મને પણ. તે તો અમારા બંનેનું ભાગ્ય હતું. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે, ટેલિવિઝન પર ભાગ્યે જ આવું ડિસિપ્લિન જોવા મળે છે.'

આ પણ વાંચો: Explainer: હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો 'પ્લાન B', જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે

દાદી તમે ખૂબ યાદ આવશો...

નકુલ કહ્યું કે, નવનીન્દ્ર દિગ્દર્શક, લેખક અને નિર્માતા જેવી ઘણી ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ તેઓ સેટ પર ક્યારેય આ વસ્તુઓનો દબદબો નહોતા દેખાડતા. જોકે, ઘણી વાર ટેલિવિઝનના વ્યસ્ત શેડ્યૂલને લઈને ચોક્કસ ફરિયાદ કરતા હતા. જો શૂટિંગનો સમય એ જ હોય ત્યારે હું ઘણીવાર તેમને ઘરે મૂકી જતો હતો. શો પૂરો થયા પછી પણ અમે વર્ષો સુધી સંપર્કમાં રહ્યા. મને તેમના 75મા જન્મદિવસે તેમની સાથે સમય વિતાવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું. મને નથી લાગતું કે, મેં તેને ક્યારેય મેમ કહ્યા હોય, અથવા તો અમારામાંથી કોઈએ પણ કહ્યું હોય. અમે હંમેશા તેને 'દાદી' કહીને બોલાવતા હતા. અમે તમને ખૂબ યાદ કરીશું દાદી.