Entertainment

ગુસ્સામાં ટોઇલેટ ક્લિનર પીને હાથ પર ચીરા માર્યા, અભિનેત્રી આંચલ ખુરાનાનું દર્દ છલકાયું

By GS Team
5 Aug 20262 mins read
ગુસ્સામાં ટોઇલેટ ક્લિનર પીને હાથ પર ચીરા માર્યા, અભિનેત્રી આંચલ ખુરાનાનું દર્દ છલકાયું

Actress Aanchal Khurana: ટેલિવિઝન એક્ટ્રેસ આંચલ ખુરાના પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે. તે નો ફિલ્ટર પોતાના અભિપ્રાય લોકો સામે રાખે છે. આંચલનું બાળપણ ટ્રોમામાં પસાર થયુ હતું. તેને દરેકના ટોણા સાંભળવા પડતા હતા.

મને ખૂબ ઈગો હતો

એક ઈન્ટરવ્યુમાં આંચલે જણાવ્યું કે, હું બાળપણમાં ખૂબ જ શરારતી હતી. મને ખૂબ ઈગો હતો. આજે તે પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. રોડીઝ જીત્યા બાદ તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ તેની ઈજ્જત કરતા થયા છે. બાળપણમાં તેને કહેવામાં આવતું હતું કે, તું કંઈ ન કરી શકીશ. તેને દરેકના ટોણા સાંભળવા પડતા હતા. આ સાંભળીને તે ખૂબ જ અગ્રેસિવ થઈ ગઈ હતી. તેના વિચારો ખૂબ જ ઓપન હતા. તે રેબલ હતી. તે ખુદને કોઈનાથી કમ નહોતી સમજતી. આંચલે સ્પષ્ટ કર્યું કે, 'જો મેં નામ ન બનાવ્યું હોત તો આજે કોઈ મારી ઈજ્જત ન કરતું હોત.'

આંચલે જણાવ્યું કે, 'મને બાળપણમાં પ્રેમ ન મળ્યો. હું હંમેશા પ્રેમ માટે તરસી છું. મને એટલો ગુસ્સો આવી જતો હતો કે, હું ગુસ્સામાં કંઈ પણ કરી દેતી હતી. આજે મારી ફેમિલી મને લઈને સપોર્ટિવ છે, પરંતુ પહેલા આવું નહોતું. મને લાગતું હતું કે, મને કોઈ પ્રેમ નથી કરતું. મને છોકરાઓ સાથે વાત નહોતા કરવા દેતા. પેરેન્ટ્સ મને રૂમમાં બંધ કરી દેતા હતા.'

ગુસ્સામાં ટોયલેટ ક્લિનર પીને હાથ પર ચીરા માર્યા

આંચલે જણાવ્યું કે, હું ગુસ્સામાં પોતાને જ નુકસાન પહોંચાડતી હતી. એક વાર તો મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ટોયલેટ ક્લિનર પી લીધુ હતું અને હાથ પર ચીરા માર્યા હતા. હું સર્વાઈવર છું. મેં બીજી પણ ઘણી વસ્તુઓ કરી છે તેમ છતાં હું જીવિત છું. ત્યારે મને સમજાયું કે, મારા ભાગ્યમાં હમણા મૃત્યુ નથી લખ્યું. આ બધી રોડીઝ પહેલાની વાત છે.

હું 1 મહિનો હોસ્પિટલમાં રહી હતી

એક્ટ્રેસે જણાવ્યું કે, ટોયલેટ ક્લિનર પીધા પછી હું 1 મહિનો હોસ્પિટલમાં રહી હતી. હું એટલી ગુસ્સામાં હતી કે, મેં ટોયલેટ ક્લિનરની આખી બોટલ પી લીધી હતી. હું ટોયલેટ ક્લિનર પીને મારા ભાઈ પાસે ગઈ અને તેને કહ્યું કે, જો તેં મારી સાથે આવું કર્યું. હવે હું મરી જઈશ અને તું જેલ જઈશ. આ બધુ મેં નાદાનીમાં કર્યું હતું.

એક્ટ્રેસે આગળ કહ્યું કે, 'મારી સાથે છોકરાઓ કરતા ખરાબ તો છોકરીઓએ કર્યું છે. તેઓ મારા વિશે ખોટી ખબરો ફેલાવી દે છે. પંડિતજીએ પણ મને છોકરીઓથી દૂર રહેવા કહ્યું છે.'