હુમા કુરેશી મહારાની ફોર માટે શૂટિંગ શરૂ કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હુમાને પોલીટીકલ વેબ સીરિઝ ફળી
મુંબઈ : વેબસીરિઝ 'મહારાની'ની ચોથી સિઝનમાં હુમા કુરેશી ફરી રાની ભારતીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને બાકીની કાસ્ટ મામલે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. પણ આ સીરિઝને જાન્યુઆરી ૨૦૨૭માં રીલિઝ કરવાનું આયોજન થઇ રહ્યું છે.
હાલ હુમા કુરેશી તેની આગામી ફિલ્મ ડટોક્સિકઃ ધ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું પ્રમોશન પુરૂ થાય તે પછી હુમા કુરેશી તેની આ સીરિઝના શૂટિંગ માટે સેટ પર પાછી ફરશે.
સુભાષ કપૂર દ્વારા નિર્મિત આ સીરિઝ 'મહારાની'માં ગૃહિણી રાની ભારતીની કહાની રજૂ કરવામાં આવી છે. સીરિઝમાં બિહારના રાજકારણને આધાર બનાવી કાલ્પનિક કથા રજૂ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડતાં તેમના સ્થાને તેમની પત્ની રાની ભારતી સીએમ બને છે. અકસ્માતે મુખ્ય પ્રધાન બનેલી રાની ભારતી બાદમાં ચાલાક રાજકારણી બની કેવા કરતબ કરે છે તેની વાત ત્રણ સિઝનમાં રજૂ થઇ હતી.









