Entertainment

અર્જુન કપૂર સાથે લંડનમાં સ્પોટ થઈ આ મિસ્ટ્રી ગર્લ! ડેટિંગની અફવાઓ પર અભિનેત્રીએ મૌન તોડ્યું

By GS Team
20 Jul 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને કન્ટેન્ટ ક્રિએટર સાહિબા બાલી ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાથે જોવા મળ્યા. તેમની તસવીરો વાઇરલ થતાં ડેટિંગની અટકળો શરૂ થઈ. જોકે, સાહિબાએ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન સાથેનો ફોટો શેર કરીને "દરેક વસ્તુ પર વિશ્વાસ ન કરો" એમ લખી અફવાઓ ફગાવી દીધી છે. ઇમ્તિયાઝ અલીએ આપેલી તકથી સાહિબાએ અભિનયમાં કરિયર શરૂ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્જુન કપૂર સાથે લંડનમાં સ્પોટ થઈ આ મિસ્ટ્રી ગર્લ! ડેટિંગની અફવાઓ પર અભિનેત્રીએ મૌન તોડ્યું

Arjun Kapoor and Sahiba Bali Dating Rumors: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનું નામ અવારનવાર કોઈ ને કોઈ સેલિબ્રિટી સાથે જોડાતું રહે છે. તાજેતરમાં જ અર્જુન કપૂર અને જાણીતી કન્ટેન્ટ ક્રિએટર તેમજ એક્ટ્રેસ સાહિબા બાલી ઇંગ્લેન્ડના પ્રખ્યાત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં એકસાથે જોવા મળ્યા હતા. બંનેની આ તસવીરો ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાઇરલ થઈ ગઈ હતી. આ ફોટોઝ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના રિલેશનશિપને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. જોકે, આ અફવાઓ પર અર્જુન કપૂર તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સાહિબા બાલીએ આ અંગે મૌન તોડ્યું છે.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલી તસવીરો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અર્જુન કપૂર અને સાહિબા બાલી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ અફવાઓ વચ્ચે સાહિબા બાલીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર અર્જુન સાથેનો ફોટો શેર કરીને આ વાતોને ફગાવી દીધી છે. સાહિબાએ કેપ્શનમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'દરેક વસ્તુ પર વિશ્વાસ ન કરો.' આ પોસ્ટ દ્વારા તેણે અડધી રાતે ફેલાયેલી ડેટિંગની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

image.png

કાશ્મીરી પરિવારમાં જન્મ અને લંડનમાં અભ્યાસ

સાહિબા બાલીના અંગત જીવનની વાત કરીએ તો, તેનો જન્મ 5 ડિસેમ્બર, 1994ના રોજ એક કાશ્મીરી પરિવારમાં થયો હતો. ગ્લેમર વર્લ્ડ અને ફિલ્મો તરફ વળતા પહેલાં તેણે માર્કેટિંગ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવ્યું હતું. સાહિબાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ત્યારબાદ તે માસ્ટર્સના અભ્યાસ માટે લંડન ગઈ હતી. માર્કેટિંગ ફિલ્ડમાં સેટલ થયા પછી સાહિબાના જીવનમાં એક એવો ફોન કોલ આવ્યો, જેણે તેની કિસ્મત કાયમ માટે બદલી નાખી.

એક ફોન કોલે બદલી નાખી જિંદગી: ઇમ્તિયાઝ અલીએ આપી તક

સાહિબા બાલી સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટર તરીકે ખૂબ સક્રિય છે અને પોતાના વીડિયો બનાવે છે. તેના ડિજિટલ વીડિયો જોઈને પ્રખ્યાત ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે સાહિબાને ફોન કર્યો હતો. અહીંથી જ સાહિબાની એક્ટિંગ સફરની શરૂઆત થઈ. ઇમ્તિયાઝ અલીએ તેને ફિલ્મ 'લૈલા મજનું' માં લીડ રોલ માટે ઓડિશન આપવાની ઓફર કરી હતી. જોકે, સાહિબા આ ઓડિશનમાં સફળ થઈ શકી નહોતી અને બાદમાં તે રોલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીને મળ્યો હતો. આમ છતાં, સાહિબાને આ ફિલ્મમાં મજનું (અવિનાશ તિવારી)ની બહેનનો મહત્ત્વનો રોલ મળ્યો હતો.

'અમર સિંહ ચમકીલા' અને ઓટીટી પર જમાવી ધાક

પોતાની પ્રથમ ફિલ્મમાં સપોર્ટિંગ રોલથી કરિયરની શરૂઆત કર્યા પછી સાહિબા બાલીએ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં નાના-મોટા યાદગાર પાત્રો ભજવ્યા છે. તે નેટફ્લિક્સની લોકપ્રિય સિરીઝ 'બાર્ડ ઓફ બ્લડ'માં પણ જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત, તાજેતરમાં જ નેટફ્લિક્સ પર આવેલી સુપરહિટ ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'માં તેણે એક પત્રકારની ભૂમિકા ભજવીને લોકોની ખૂબ વાહવાહ મેળવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે અને તે પોતાના કન્ટેન્ટથી ફેન્સને સતત એન્ટરટેઇન કરતી રહે છે.