Chitralok

વિક્રમ ભટ્ટ અને આનંદ પંડિત: હોરર જોનરની ફિલ્મોમાં જુગલબંદી

By GS Team
9 Jul 20262 mins read
વિક્રમ ભટ્ટ અને આનંદ પંડિત: હોરર જોનરની ફિલ્મોમાં જુગલબંદી

'અમે પ્રત્યેક નવી ફિલ્મ મારફત હોરર ફિલ્મોના સબ-જોનર્સને વિસ્તારવા ઇચ્છીએ છીએ. વિક્રમ ભટ્ટ સતત સિનેમાની સ્ક્રીન પર હોરરને નવો આયામ આપવાના પ્રયાસ કરતા રહે છે. '
ડિરેક્ટર વિક્રમ ભટ્ટની હોરર જોનરની ફિલ્મોમાં સારી હથોેટી છે. તાજેતરમાં રિલિઝ થયેલી એમની ફિલ્મ 'હોન્ટેડ ૩ડી : ઇકોઝ ઓફ ધ પાસ્ટ' એ એની સાબિતી આપી છે. પ્રોડયુસર આનંદ પંડિતની બિગ બજેટ ફિલ્મોની સાથોસાથ રિલિઝ થયેલી હોરર ફિલ્મે પહેલા વીકમાં રૃા.૨૦ કરોડનો વર્લ્ડવાઈડ બિઝનેસ કરી બોલિવુડને આશ્ચર્યમાં મૂકી દીધું છે. ૨૦૧૧માં રિલિઝ થયેલી વિક્રમ ભટ્ટની હોરર ફ્રેન્ચાઈસની પહેલી ફિલ્મ 'હોન્ટેડ : ૩ડી' ફિલ્મે ભારતીય હોરર ફિલ્મોમાં સૌથી મોટુ ઓપનિંગ લઈ રેકોર્ડ કર્યો હતો. ભારતમાં પહેલા વીકમાં એનું બોક્સ ઓફિસ કલેક્શન રૃા.૨૬.૩૯ કરોડ અને ગ્લોબલ ક્લેક્શન રૃા. ૩૫ કરોડની આસપાસ નોંધાયું હતું. 'હોન્ટેડ ૩ડી: ઇકોઝ ઓફ ધ પાસ્ટ' સિકવલની સકસેસથી પ્રેરાઈને પ્રોડયુસર આનંદ પંડિત અને ડિરેક્ટર વિક્રમ ભટ્ટની જોડીએ પોતાના નેકસ્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. 'અમારી નેકસ્ટ મૂવી '૧૯૨૦ : કોલ્ડ વિન્ટર' છે. અમે પ્રત્યેક નવી થ્રિલર ફિલ્મ મારફત હોરર ફિલ્મોના સબ-જોનર્સને વિસ્તારવા ઇચ્છીએ છીએ' એવી ઘોષણા કરતા પંડિત ઉમેરે છે, 'વિક્રમ ભટ્ટ સાથે કામ કરવાથી અનોખી ઉર્જા મળે છે. તેઓ સ્ક્રીન પર હોરરને નવો આયામ આપવાના પ્રયાસ કરતા રહે છે. '
'૧૯૨૦ : કોલ્ડ વિન્ટર'ની જાહેરાત સાથે ફિલ્મનું પ્રમોશનલ પોસ્ટર પણ રિલીઝ કરાયું. ટાઇટલની ટેગલાઈન છે- 'બિવેર ધ ઈનોસન્ટ, ધે હાઈડ ધ ડાર્કેસ્ટ ઈવિલ.' (નિર્દોષ જનતા સાવધાન : બધે ખૂંખાર શૈતાન છુપાતા ફરે છે.)
'૧૯૨૦ : કોલ્ડ વિન્ટર' પહેલા પંડિતે ૨૦૨૩માં રિલિઝ થયેલી થ્રિલર '૧૯૨૦ : હોરર્સ ઓફ ધ હાર્ટ' પ્રેજન્ટ કરી હતી.