Chitralok

'ગણતરીબાજ' અક્ષયકુમારની ઉદારતા પાછળનું રહસ્ય શું છે?

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
બોલિવુડ અભિનેતા અક્ષયકુમારે 'વેલકમ ટુ ધ જંગલ' માટે માત્ર 1.8 કરોડની ટોકન ફી લીધી છે. પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાની આ કોમિક-એડવેન્ચર ફિલ્મમાં અક્ષયે નફામાં 72% ભાગીદારી રાખી છે. ઓટીટી, ઓડિયો, સેટેલાઈટ રાઈટ્સ 120 કરોડમાં વેચાઈ જતા નિર્માતાઓ માટે આ સેફ બિઝનેસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગણતરીબાજ' અક્ષયકુમારની ઉદારતા પાછળનું રહસ્ય શું છે?
  • 'વેલકમ ટુ ધ જંગલ' માટે અક્ષયકુમારે 'માત્ર' 1.8 કરોડની ટોકન ફી લીધી છે. બોલિવુડનો આ અત્યંત હાઈલી પેઈડ એક્ટર આટલી મામૂલી ફી લે, એ વાત ઘણાને ગળે ઊતરતી નથી.
    પ્રિયદર્શન દિગ્દશત 'ભૂત બંગલા' સફળ રહી એટલે અક્ષયકુમાર ફરી ફોર્મમાં આવી ગયો છે. ફિલ્મના નિર્માકાઓમાં એકતા કપૂર અને શોભા કપૂર ઉપરાંત ખુદ 'ખિલાડી'કુમારનું નામ પણ સામેલ છે. હવે અક્ષય પોતાની લેટેસ્ટ મલ્ટીસ્ટારર મૂવી 'વેલકમ ટુ ધ જંગલ' પર મિટ માંડીને બેઠો છે. પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાની આ કોમિક-એડવેન્ચર ફિલ્મની સ્ટારકાસ્ટમાં બોલિવુડના ટોપના ડઝનેક કલાકારો સામેલ છે.
    બોલિવુડેમાં એવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ફિરોઝ નડિયાદવાલાએ 'વેલકમ ટુ ધ જંગલ'નું પોતાનું મોટાભાગનું મૂડીરોકાણ રિલીઝ પહેલાં જ પાછું મેળવી લીધું છે. તેમણે આશરે ૧૨૦ કરોડમાં ઓટીટી, ઓડિયો અને સેટેલાઈટ રાઈટ્સની ડીલ ફાઈનલ કરી લીધી હોવાનું કહેવાય છે. આ દ્રષ્ટિએ મેકર્સ માટે આ એક એકદમ સેફ બિઝનેસ પ્રપોઝલ છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી બે ફિલ્મો 'વેલકમ' (૨૦૦૭) અને 'વેલકમ બેક' (૨૦૧૫) બોક્સ ઓફિસ પર હિટ રહી હોવાથી ત્રીજા ભાગને પણ સિનેમાઘરોમાં આજે સારું ઓપનિંગ મળશે તેવી અપેક્ષા છે. વેલ, અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે ઘણું છેટું રહી જાય તે શક્ય છે.
    બોલિવુડમાં એવું સંભળાઈ રહ્યું છે કે અક્ષયે પોતાની છેલ્લાં બે વર્ષની ફિલ્મોની જેમ 'વેલકમ ટુ ધ જંગલ'ને પણ ફ્લોપ જવામાંથી બચાવવા માટે નડિયાદવાલા પાસેથી 'માત્ર' ૧.૮ કરોડની ટોકન ફી લીધી છે. શાહરૂખ, સલમાન અને આમીરની હરોળમાં આવતો ઈન્ડસ્ટ્રીનો એક હાઈએસ્ટ પેઈડ એક્ટર આટલી મામૂલી ફી લે, એ વાત ઘણાને ગળે નથી ઊતરતી. અલબત્ત, ૫૯ વર્ષનો અક્કી કાચો ખેલાડી નથી. દર્શકોમાં પોતાની લોકપ્રિયતાથી સારી રીતે વાકેફ અક્ષયે ફિલ્મના કોન્ટ્રાક્ટમાં એક મહત્ત્વની કલમ ઉમેરાવી છે. એ શરત મુજબ, જો મૂવીનું બોક્સ ઓફિસ કલેક્શન એક ચોક્કસ આંકડાથી વધી જાય, તો તે નફામાંથી અક્ષયને ૭૨ ટકા અને પ્રોડયુસરને ૨૮ ટકા ભાગ મળશે.આમ છતાંય બોલિવુડમાં અત્યારે અક્ષયના વખાણ થઈ રહ્યા છે તેની પાછળનું કારણ આ જ.