અમદાવાદના વટવામાં પોલીસે 200 CCTV ખંગાળી ગુમ બાળકને શોધી કાઢ્યો, વલસાડથી મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vatva News : અમદાવાદના વટવાના સરતાજનગરમાં રહેતા પરિવારનો 10 વર્ષનો પુત્ર શુક્રવારે ઘરેથી કહ્યા વિના ગુમ થઇ ગયો હતો. જે અંગે કલાકો સુધી તપાસ કરતા બાળકની ભાળ ન મળતા વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે બાળકના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના રસ્તા પર પોલીસે 200થી વધુ સીસીટીવી ફુટેજ તપાસતા બાળક મુબઇ જતી ટ્રેનમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ટ્રેનને ટ્રેક કરતા તે વલસાડ રેલવે સ્ટેશન પર પહોચવાની તૈયારી હોવાથી રેલવે પોલીસનું સંકલન કરીને ટ્રેન વલસાડ પહોંચી ત્યારે બાળકને ટ્રેનમાંથી શોધીને સલામત રીતે પરત અમદાવાદ લાવીને તેના માતા પિતાને પરત સોંપવામાં આવ્યો હતો. બાળક શા માટે ઘરેથી નીકળી ગયો હતો? તેનું કારણ જાણીને પોલીસ દ્વારા બાળકનું કાઉન્સીલીંગ કરવામાં આવશે. તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બાળકને શોધવા આવેલા તેમના માતા પિતા પોલીસ સ્ટેશન આવ્યા ત્યારથી જ પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વછેટાએ આઠ જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી હતી. જેમાં સીસીટીવી ફુટેજ પ્રાથમિક તપાસ માટે મહત્વના હતા.









