India

CJPના અલ્ટીમેટમ બાદ સરકાર એક્શનમાં : પ્રદર્શનકારીઓ પર કાર્યવાહીને લઈને લીધો મહત્ત્વનો નિર્ણય

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના અલ્ટીમેટમ બાદ કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીની ગંભીર નોંધ લીધી છે. સરકારે રાજ્યો પાસેથી વિગતો મંગાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરનારાઓ સામે પગલાં લેવાશે નહીં. CJPના આશુતોષ રાંકાએ સરકાર પર NEET આંદોલન સમાપ્તિના કરાર ભંગનો આરોપ લગાવ્યો છે. બિહાર, બંગાળ, દિલ્હી અને UPમાં વિદ્યાર્થીઓની અટકાયતનો દાવો કરાયો છે. CJPએ મંગળવાર સુધીમાં FIR રદ કરી, અટકાયતીઓને છોડવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPના અલ્ટીમેટમ બાદ સરકાર એક્શનમાં : પ્રદર્શનકારીઓ પર કાર્યવાહીને લઈને લીધો મહત્ત્વનો નિર્ણય

Government Action After CJP Ultimatum : કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીની ફરિયાદ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ મામલે સંજ્ઞાન લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર જે રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે ત્યાંથી વિગતો મંગાવી રહી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં.

CJPનો કરાર ભંગનો આક્ષેપ

CJPના પ્રવક્તા આશુતોષ રાંકા (Ashutosh Ranka)એ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને સંબોધીને સોશિયલ મીડિયા પર રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર NEET આંદોલન સમાપ્ત કરવા સમયે થયેલી સમજૂતીનો ભંગ કરી રહી છે.

વિવિધ રાજ્યોમાં કાર્યવાહીનો દાવો

CJPના જણાવ્યા મુજબ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પોલીસ દરોડા પાડીને વિદ્યાર્થીઓ અને મદદ કરનારા વોલન્ટિયર્સને હેરાન કરવામાં આવી રહ્યા છે.

મંગળવાર સુધીનું અલ્ટીમેટમ

સીજેપીએ માંગ કરી છે કે પ્રદર્શનકારીઓ સામેની તમામ FIR તાત્કાલિક રદ કરવામાં આવે અને કસ્ટડીમાં લેવાયેલા યુવાનોને છોડી મુકવામાં આવે. તેમણે મંગળવાર સુધીમાં આ અંગે લેખિત કરાર સોંપવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો ફરીથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.