Chitralok

રિતેશ દેશમુખે તો મરાઠી ફિલ્મોની વ્યાખ્યા જ બદલી નાખી

By GS Team
9 Jul 20263 mins read
રિતેશ દેશમુખે તો મરાઠી ફિલ્મોની વ્યાખ્યા જ બદલી નાખી

'હવે ભાષાનો કોઈ અવરોધ રહ્યો નથી. આ હકીકત ડિજિટલ વેવને આભારી છે, જેણે પ્રેક્ષકોની પસંદગી સાવ બદલી નાખી છે. પ્રાદેશિક ફિલ્મો હવે પોતાની મર્યાદા ઓળંગીને વધુ વિરાટ બની રહી છે'
રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી'એ ૧૦૦ કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું તેની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. એક પ્રાદેશિક ફિલ્મે આટલી મોટી છલાંગ લગાવી છે તે કાબિલેદાદ છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા અને ફિલ્મનિર્માતા આદિનાથ કોઠારેનું નામ મરાઠી ફિલ્મોદ્યોગમાં ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. આદિનાથ કોઠારે હવે નીતિશ તિવારીની અતિ પ્રતિષ્ઠિત ફિલ્મ 'રામાયણ : પાર્ટ-વન'માં નજરે પડશે. તેઓ અત્યંત દ્રઢતાપૂર્વક માને છે કે ભારતમાં હવે પ્રાદેશિક કલાકારોનો નવો યુગ આવી રહ્યો છે જે અત્યંત ઉજ્જવળ બની રહે તેવી શક્યતા છે. 'ભાષા હવે કોઈ બાધા-અવરોધ રહી નથી. અને એ ડિજિટલ વેવને આભારી છે. જેણે પ્રેક્ષકોની પસંદગી સાવ બદલી નાખી છે. પ્રાદેશિક સિનેમા હવે તેમની મર્યાદા ઓળંગી વધુ વિરાટ બની રહ્યા છે અને વધુ સારું પ્રદર્શન પણ કરે છે. આટલું જ નહીં, સમગ્ર ભારતમાં તેના તરંગો પ્રસરી રહ્યા છે. આ એક મોટા સંકેત છે,' એમ આદિનાથ કોઠારેએ
જણાવ્યું હતું.
છેલ્લે, આદિનાથ, હિન્દી વેબ સીરિઝ 'સિસ્ટમ'માં દેખાયા હતા અને મરાઠી વેબસીરિઝ 'ડિટેકટીવ ધનંજય : રહસ્યજાલ' નિર્માણ પણ કરી અને તેમાં અભિનય પણ કર્યો. અત્યારે તેમને સમગ્ર દેશમાંથી આવકાર મળી રહ્યો છે, તેનો તેઓ આનંદ માણી રહ્યા છે. આ કલાકાર સ્વીકારે છે કે છેલ્લા કેટલાંક સમયથી મરાઠી કન્ટેન્ટ તરફ દર્શકો આકર્ષાઈ રહ્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ એક આવકાર્ય બાબત છે અભિનેતા-ફિલ્મનિર્માતા રિતેશ દેશમુખ અને તેની ફિલ્મ 'રાજા શિવાજી' જેણે વધુ કમાણી કરી ભારતમાં રૃા.૧૦૦ કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું છે. આમ આ સૌથી વધુ કમાણી કરનારી મરાઠી પ્રાદેશિક ફિલ્મ બની છે.
આ એક ખૂબ જ સારી લાગણી છ અને મને આ માટે રિતેશ પર ગર્વ છે. તેણે આટલો મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો અને મરાઠી ઉદ્યોગમાં આ પ્રકારના નાણાં રોકાણનું પગલું ભર્યું એ ખરેખર એક સાહસિક ડગલું છે. અમારા માટે આ એક મોટી છલાંગ છે અને ફિલ્મની સફળતાએ એ દાખવ્યું કે જો યોગ્ય લોકો ટેકો આપે અને સુયોગ્ય રીતે પ્રોજેક્ટ પૂરો થાય તો અમે શું કરી શકીએ છીએ. રિતેશ દેશમુખે તો મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં વ્યાવસાયની પહોંચ બદલી નાખી છે, એમ આદિનાથે જણાવ્યું હતું. આદિનાથ માને છે કે આ ક્ષેત્રમાંથી આવતા સામગ્રી-આધારિત કાર્યએ પણ આ વિકાસમાં ફાળો આપ્યો છે. 'તિઘી' અને 'ક્રાંતિ જ્યોત વિદ્યાલય' જેવી ફિલ્મોએ પણ મરાઠી ફિલ્મો તરફ આકર્ષણ જમાવ્યું છે, 'મને લાગે છે કે તેના શો થકી 'ડિટેક્ટીવ ધનંજય'ને પણ આ પરિવર્તનનો ફાયદો થયો છે, પરંતુ સમગ્ર એક સંયોગ છે. તમે ફક્ત સાદી સામગ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકો છો અને હ ું ફક્ત એટલું જ કરું છું,' એમ તેમણે સમાપન કરતા કહ્યું હતું.