Chitralok

રશ્મિકા મંદાના: મારો બેસ્ટ ફ્રેન્ડ જ મારો જીવનસાથી છે!

By GS Team
9 Jul 20262 mins read
રશ્મિકા મંદાના: મારો બેસ્ટ ફ્રેન્ડ જ મારો જીવનસાથી છે!

'તમારે હંમેશાં એવા લોકોની વચ્ચે જ રહેવું જોઈએ જેમની અંદર એક બાળક ધબકતું હોય, જેણે પોતાની ભીતર નિર્દોષતાને અકબંધ રાખી હોય…'
અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ 'કોકટેલ-૨' રજૂ થવાની તારીખ નજીક આવી ત્યારે એ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથે લાઈવ ઈન્ટરેક્શન કરવા બેઠી હતી, જેમાં એક પ્રશંસકે તેની ચમકતી ત્વચાનું રહસ્ય પૂછયું. રશ્મિકાનો જવાબ સાંભળીને નેટિઝન્સને મજા પડી ગઈ હતી. અદાકારાએ જણાવ્યું કે, 'તમારે હંમેશાં એવા લોકોની વચ્ચે રહેવું જોઈએ જેમની અંદર એક બાળક ધબકતું હોય અને જેણે પોતાની અંદરની એ નિર્દોષતાને અકબં૦ રાખી હોય. એવા લોકો તમારી અંદર રહેલા બાળકને પણ જીવંત રાખે છે. ટૂંકમાં, જ્યાં સુધી તમે દિલથી માસૂમ હો અને તમારી દોસ્તી પણ એવી જ નિર્દોષ વ્યક્તિ સાથે હોય, તો તમે હંમેશાં આનંદમાં રહો છો. જ્યારે તમે ભીતરથી સાચો આનંદ અનુભવો, ત્યારે તમારી ત્વચા પર એ ચમક આપોઆપ આવી જાય છે.'
જ્યારે રશ્મિકાને તેના વિવાહિત જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ખુશ થતાં કહ્યું કે, 'મારું એક સુંદર સપનું સાકાર થયું છે. મેં મારા બેસ્ટ ફ્રેન્ડને જ મારો જીવનસાથી બનાવ્યો છે.'
રશ્મિકાના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે હાલ ઘણા મોટા બેનરની ફિલ્મો સાથે સંકળાયેલી છે. તાજેતરમાં તેની ફિલ્મ 'કુબેર' રજૂ થઈ છે. આગામી સમયમાં તે 'માયસા', 'એનિમલ પાર્ક' અને 'પુષ્પા-૩' જેવી બિગ બજેટ ફિલ્મોમાં જોવા મળશે. આ ઉપરાંત, તે પોતાના પતિ વિજય દેવરકોંડા સાથે ફિલ્મ 'રાણાબલિ' કરી રહી છે, જે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'કોકટેલ-ટુ'માં લોકોને રશ્મિકાનું પર્ફોર્મન્સ ખાસ ગમ્યું નથી. જોઈએ, આગામી ફિલ્મો ઓડિયન્સને કેવીક પસંદ પડે છે. રશ્મિકાએ તેલંગણાના થુમ્મનપેટ ગામમાં એક પ્રશંસનીય સામાજિક પહેલ કરી છે. તેણે ગામના આશરે ૧૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને સ્કોલરશિપ આપી. સરસ!