TV Talk

જસ્મિન ભસીન માટે બર્થડે ઉજવણી મુસીબત બની
ટીવી અભિનેત્રી જસ્મીન ભસીને ૨૮ જૂને પોતાનો ૩૬મો જન્મદિવસ મનાવ્યો, પણ આ બર્થડે ઉજવણી તેને ભારે પડી ગઈ અને તેણે અચાનક હોસ્પિટલમાં દાખલ થવું પડયું. તેના બોય ફ્રેન્ડ અલી ગોનીએ પોસ્ટ શેર કરીને જસ્મિનની તબિયત વિશે જાણકારી આપી.
જસ્મિન પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા પાર્ટનર સાથે દુબઈ પહોંચી. પણ પાર્ટીમાં ધમાલ મચાવવાની બદલે તેણે હોસ્પિટલની ખાટ પકડવી પડી છે. અલીએ સોશિયલ મીડિયા પર આપેલી જાણકારી મુજબ જસ્મિનને એક વાયરલ ઈન્ફેક્શન થઈ ગયું છે જેના કારણે તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું. અલીએ શેર કરેલી તસવીરમાં જણાય છે કે તબીયત ખરાબ હોવા છતાં જસ્મિન હિમ્મત કરીને બેઠી થઈ અને કેક કાપતી નજરે પડે છે. જસ્મિનની આ હાલત જોઈને તેના ચાહકોમાં ચિંતા પ્રસરી હતી. અલીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસો તેમના માટે પરેશાની ભર્યા રહ્યા. તેણે ચિંતા વ્યક્ત કરતા અને પ્રાર્થના કરતા ચાહકોનો આભાર માન્યો.
કરિશ્માના પતિ વરુણનું ફેક બેબી બમ્પ વાયરલ થયું
તાજેતરમાં કરિશ્મા તન્ના પોતાની પ્રેગનન્સી બાબતે સતત સમાચારમાં ઝળકી રહી છે. અભિનેત્રી ટૂંક સમયમાં પતિ વરુણ બંગેરા સાથે પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની છે. આ ખાસ સમયમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગનન્સીની ઝલકો શેર કરી છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.
તાજેતરમાં જ વરુણ બંગેરાએ સોશિયલ મીડિયા પર કેટલીક રસપ્રદ તસવીરો શેર કરી, જેમાં તે નકલી બેબ બમ્બ દેખાડી રહ્યો છે. તસ્વીરો સાથે કરિશ્માએ લખ્યું કે સારી ક્રિયેટિવિટી છે. તમને કઈ તસવીર પસંદ આવી? ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ ગઈ.
ચાહકોએ પણ આ તસવીરો પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી. એક ચાહકે તેને સાઈડ ઈફેક્ટ ગણાવી તો કોઈએ એઆઈની પ્રશંસા કરતા તેને ક્રિયેટીવ ગણાવી. કેટલાક યુઝર્સે આ જોડીની હાજરજવાબી તેમજ હળવા અંદાજની પ્રશંસા કરતા લખ્યું કે બંનેએ આ તસ્વીરો દ્વારા લોકોમાં ખૂશી ફેલાવી દીધી.
તેજસ્વી પ્રકાશએ ખુદને કરણ કુંદ્રાની પત્ની ગણાવતાં ચાહકો પરેશાન!
કરણ કુંદ્રાના મોરિશિયસ બ્લોગમાં તેજસ્વી પ્રકાશે પોતાને તેની પત્ની ગણાવી, જેના કારણે તેના ચાહકો તેમના લગ્નની અટકળો બાબતે ઉત્સાહિત થઈ ગયા. કરણ કુંદ્રાએ તાજેતરમાં જ યુ ટયુબ ચેનલ પર એક નવો બ્લોગ શેર કર્યો જેમાં એક્ટર પોતાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથે મોરિશિયસમાં રજા માણી રહ્યો છે.
હાલ તેમનો બ્લોગ એક ખાસ ઉલ્લેખ માટે વાયરલ થઈ રહ્યો છે. બ્લોગમાં થઈ રહેલી વાતચીતમાં તેજસ્વી પ્રકાશ બીજી તરફ મોઢુ ફેરવીને બેઠી છે અને કેતન તેેને કહી રહ્યો છે કે તું મારી પત્ની નથી. આ વાત પર તેજસ્વી પ્રકાશ જવાબ આપે છે કે હું તારી પત્ની છું.
આવી મજાકભરી વાતચીતે તુરંત ચાહકોનું ધ્યાન ખેંચ્યું. અનેક નેટ યુઝરોએ આ મજાકને એક મજબૂત સંબંધનો સંકેત માની લીધો. આ ક્લિપ વાયરલ થઈ ગઈ અને તેજ-રાનના ચાહકો હવે વિચારી રહ્યા છે કે કપલે ખરેખર ગુપચુપ લગ્ન તો નથી કરી લીધા.









