Chhota Udaipur

છોટા ઉદેપુર: ઓરસંગ નદીના બ્રિજ પર મોટું ગાબડું, નેશનલ હાઇવે 56 બંધ થતાં વાહનચાલકો અટવાયા

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજમાં મોટું ગાબડું પડતાં તંત્ર દોડતું થયું છે. નેશનલ હાઇવે 56 પરનો આ બ્રિજ બંધ કરાતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો માર્ગ અવરોધાયો છે. 100થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. છેલ્લા 2 વર્ષથી રિપેરિંગ છતાં ગાબડું પડતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. નવા બ્રિજની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ઓરસંગ નદીના બ્રિજ પર મોટું ગાબડું, નેશનલ હાઇવે 56 બંધ થતાં વાહનચાલકો અટવાયા

Orsang River Bridge Damage In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના બ્રિજ પર અચાનક એક મોટું ગાબડું પડી જતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષાના ભાગરૂપે આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનવ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી જ મહત્ત્વપૂર્ણ નેશનલ હાઇવે નંબર 56 પસાર થાય છે, જેના કારણે અચાનક રસ્તો બંધ થતાં હજારો મુસાફરો અને વાહનચાલકો રસ્તાની વચ્ચે જ અટવાઈ પડ્યા છે.

ત્રણ રાજ્યોને જોડતો મુખ્ય માર્ગ બંધ

ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ આંતરરાજ્ય કનેક્ટિવિટી માટે અત્યંત મહત્ત્વનો છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફ જતા અને ત્યાંથી આવતા તમામ નાના-મોટા વાહનો દરરોજ આ જ માર્ગ પરથી પસાર થાય છે. બ્રિજના છેવાડે ગાબડું પડતાં જ હાઇવે બ્લોક થઈ ગયો છે, જેના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

100થી વધુ ગામો સંપર્કવિહોણા, વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં

આ બ્રિજ માત્ર નેશનલ હાઇવે પૂરતો સીમિત નથી, પરંતુ તે બોડેલી પંથકના સ્થાનિક 100થી વધુ ગામોને બોડેલી શહેર સાથે જોડતી મુખ્ય જીવાદોરી છે. વાહનો માટે બ્રિજ બંધ કરાતાં હાલ ગ્રામજનો, દૂધ અને શાકભાજી લાવતા ખેડૂતો તેમજ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં લોકો જીવના જોખમે બ્રિજ પરથી પગપાળા પસાર થવા મજબૂર બન્યા છે.

છેલ્લા 2 વર્ષથી ચાલતું રિપેરિંગ છતાં પરિણામ શૂન્ય

સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, આ વર્ષો જૂના બ્રિજનો એક ભાગ અગાઉ તૂટી ગયો હતો, જેને પગલે છેલ્લા બે વર્ષથી અહીં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી ચાલતા મેન્ટેનન્સ છતાં બ્રિજ પર ફરી મોટું ગાબડું પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને વાહનચાલકો હવે વ થી આ જર્જરિત બ્રિજને બદલે નવો અને મજબૂત બ્રિજ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.