Business

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઇમ હાઇની નજીક, જાણો 3 મોટા કારણ

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
ચાંદીની કિંમતોમાં ફરી ધરખમ ઉછાળો થયો છે. ઓક્ટોબરમાં તહેવારો ટાણે એક કિલો ચાંદીનો ભાવ 1,70,415 રૂપિયા પર પહોંચી ગયો હતો, ત્યારબાદ ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો. જોકે હવે ઓક્ટોબરના અંતે એટલે કે આજે ચાંદીના ભાવમાં ફરી ઉછાળો થયો છે. 2025માં ચાંદીનો સૌથી ઓછો ભાવ 95,515 રૂપિયા નોંધાયેલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઇમ હાઇની નજીક, જાણો 3 મોટા કારણ

Gold And Silver Prices : ચાંદીની કિંમતોમાં ફરી ધરખમ ઉછાળો થયો છે. ઑક્ટોબરમાં તહેવારો ટાણે એક કિલો ચાંદીનો ભાવ 1,70,415 રૂપિયા પર પહોંચી ગયો હતો, ત્યારબાદ ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો. જોકે હવે ઑક્ટોબરના અંતે એટલે કે આજે ચાંદીના ભાવમાં ફરી ઉછાળો થયો છે. 2025માં ચાંદીનો સૌથી ઓછો ભાવ 95,515 રૂપિયા નોંધાયેલો છે.

ચાંદીમાં ફરી તેજી

ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયા બાદ તેની કિંમતમાં ફરી તેજી જોવા મળી રહી છે. 28 નવેમ્બર-2025ના રોજ ચાંદી (Spot Silver) પ્રતિ ઔંસ 54.18 ડૉલર પર બંધ થઈ છે, જે તેના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર(પ્રતિ ઔંસ 54.50 ડૉલર)ની ખૂબ નજીક છે. રિપોર્ટ મુજબ ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત અમેરિકન કેન્દ્રીય બૅંક ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડવાની તૈયારીમાં હોવાના આશાઓ પણ જારી છે, જેના કારણે ચાંદીની કિંમતો સતત વધી રહી છે. જાણકારોનું કહેવું છે કે, આગામી સમયમાં ચાંદીની કિંમતો રૅકોર્ડ સ્તરે પહોંચી શકે છે.

સોના-ચાંદીના ભાવમાં વધારો

ભારતની વાત કરીએ તો MCX પર ડિસેમ્બર મલ્ટી-કોમોડિટી કોન્ટ્રાક્ટ પર ચાંદીની કિંમતો પ્રતિ કિલો 1,63,650 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે માર્ચ-2026 કોન્ટ્રાક્ટમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો 1,67,360 રૂપિયા પર બંધ થયા હતા. આજની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પ્રતિ કિલો 1425 રૂપિયાનો વધારો થયો છે એટલે કે તેની કિંમતો 1,63,892 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 543 રૂપિયા વધીને 1,26,047 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ

ચાંદીના ભાવ વધવાના કારણ

1... દેશમાં તહેવારો બાદ હવે લગ્ન સિઝન ચાલી રહી છે, જેના કારણે સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે. જ્વેલર્સોનું કહેવું છે કે, કિંમતો વધવાના કારણે ગ્રાહકો હવે ચાંદી ખરીદવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

2... બીજી તરફ જાણકારોનું કહેવું છે કે, રોકાણકારોએ ચાંદીમાં રોકાણ વધારતા તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પણ માંગ વધતા તેની કિંમતમાં વધારો થયો છે.

3... ચાંદીનો ઉપયોગ સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ અને બેટરી ઉત્પાદનમાં થાય છે, તેમાં સપ્લાય ઘટી હોવાથી અને માંગ વધી હોવાના કારણે પણ ચાંદીની કિંમતો વધી હોવાનું કહેવાય છે.

સંભાવના મુજબ, જો અમેરિકન ડૉલર વધુ નબળું પડશે, ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માંગ વધતી રહેશે તેમજ રોકાણકારો ચાંદીમાં રોકાણ વધારતા રહેશે તો ચાંદીની ભાવ ‘ઓલ ટાઇમ હાઇ’ પર પહોંચી શકે છે.

આ પણ વાંચો : ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ