Get The App

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ 1 - image

India Q2 GDP Data: બીજા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP) વૃદ્ધિ દરમાં 8.2 ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 5.6 ટકા હતો. દરમિયાન, એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન એટલે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ 8.25 લાખ કરોડ રૂપિયા હતી. આ વાર્ષિક અંદાજના 52.6% છે. આ વખતે રાજકોષીય ખાધ ગયા વર્ષના 46.5% કરતાં વધુ છે. સરકાર આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDPના 4.4% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે, જે એક વર્ષ પહેલા 4.8% હતું.

સરકારે એ પણ જણાવ્યું છે કે ઑક્ટોબર 2025 માટે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ડેટા સામાન્ય રીતે દર મહિનાની 28મી તારીખે અથવા જો 28મી તારીખે રજા હોય તો આગામી કાર્યકારી દિવસે જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે

સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, 'ઑક્ટોબર 2025 માટે IIP 28 નવેમ્બર, 2025ના રોજ જાહેર થવાનું હતું. 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે GDPના ત્રિમાસિક અંદાજ IIP પ્રકાશન સાથે પ્રકાશિત થવાના હોવાથી ઑક્ટોબર 2025 માટે IIPના પ્રકાશનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.' હવે આ ડેટા 1 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.