Get The App

ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

- રૂપિયો દબાણ હેઠળઃ બ્રિટીશ પાઉન્ડ ઉછળી રૂ.૧૧૮ને આંબી ગયો

- અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યાના નિર્દેશો

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે મિશ્ર હવામાન જોવા મળ્યું હતપું. ચાંદીના ભાવમાં તેજી વેગથી આગળ વધી હતી જ્યારે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધુ ઉછળી ઔંશના ઉંચામાં ૫૩ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા વિશ્વ બજાર પાથળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિોલના વધુ રૂ.૨૫૦૦ ઉછળી ૧૬૩૫૦૦ બોલાયા હતા. 

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ૩ દિવસમાં રૂ.૭૫૦૦ ઉછળતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગય હતા. જો કે અમદાવાદ સોનાના ભાવ વધતા અટકી આજે ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૨૯૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૯૫૦૦ બોલાતા થયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૭૨થી ૪૧૭૩ વાળા ઘટી નીચામાં ભાવ ૪૧૪૨ થઈ ૪૧૫૭થી ૪૧૫૮ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૯.૪૧ થયા પછી ઉંચામાં ૯૯.૭૧ થઈ ૯૯.૬૯ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૨૮ વાળા રૂ.૮૯.૨૨ ખુલ્યા પછી નીચામાં ભાવ ૮૯.૨૧ તથા ઉંચામાં ભાવ રૂ.૮૯.૩૨ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૩૦ રહ્યા હતા. રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૩૯ પૈસા વધી રૂ.૧૧૮.૦૦ રહ્યા હતા.

 યુરોપીયન કરન્સી યુરોના ભાવ નવ પૈસા વધી રૂ.૧૦૩.૩૯ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૧૬ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૮ ટકા માઈનસમાં ટ્રેડ થતી જોવા મળી હતી. 

દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૫૨.૫૮થી ૫૨.૫૯ વાળા વધી ઉંચામાં ભાવ ૫૩.૯૧ થઈ ૫૩.૪૨થી ૫૩.૪૩  ડોલર રહ્યા હતા. વ ૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના  ૧૬૦૯ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૪૨૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે આજે ૦.૪૯ ટકા માઈનસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૩ પાર કરી ૬૩.૧૮ ડોલર રહ્યા હતા.

 જ્યારે ય્એસ ક્રૂડના ભાવ વધી ૫૮.૮૪ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ૧૯ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૧૨૫૩૫૩ થઈ રૂ.૧૨૫૫૫૨ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ ઘટી રૂ.૧૨૫૮૫૭ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૬૦૫૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી રૂ.૧૬૨૬૬૭ રહ્યા હતા. 


Tags :