ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્ત થયા બાદ આ ખેલાડી UAE તરફથી રમવા તૈયાર, કહ્યું- 'મારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

K S Bharat Want to play For UAE : ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર અને બેટર કે.એસ. ભરતે જૂન 2026 માં જ ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. જોકે ભરત હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા તૈયાર છે. તેણે યુએઈ તરફથી ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી બતાવી દીધી છે.
33 વર્ષીય વિકેટ કીપર ભરતે ભારત તરફથી 2023-24 દરમિયાન સાત ટેસ્ટ મેચ રમી હતી જેમાં 20.09 ની સરેરાશથી 221 રન બનાવ્યા હતા. તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની ફાઈનલમાં પણ રમી ચૂક્યો હતો. હાલમાં તે દુબઈમાં રહે છે અને ICCની એકેડમિક સુવિધાઓ સાથે જોડાઈને નિયમિત પ્રેક્ટિસ પણ કરે છે.
એક ખેલાડી તરીકે તમે ફક્ત…
ભરત કહે છે કે ફેબ્રુઆરીમાં મારું કુલિંગ ઓફ પીરિયડ પૂરું થાય છે. ત્યારબાદ હું યુએઇની નેશનલ ટીમમાં એન્ટ્રી કરીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવા માગુ છું. ભારતીય ટીમમાંથી નિવૃત્ત થયા બાદ ભરત દુનિયાભરમાં ટી-20 લીગમાં રમવાને પાત્ર બની ગયો હતો. તેણે કહ્યું કે દેશ માટે ક્રિકેટ રમવું તે શાનદાર અહેસાસ હોય છે પણ એક ખેલાડી તરીકે તમે ફક્ત રમવા માગો છો. ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે મારી અંદર હજુ ઘણું ક્રિકેટ બાકી છે. એના કારણે જ મે જૂનમાં નિવૃત્તિ જાહેર કરી દીધી અને હવે મારી નજર કુલિંગ ઓફ પીરિયડ પૂરો કરવા પર છે જે ફેબ્રુઆરીમાં પૂરું થશે.




