Business

EPFO પેન્શનર્સ માટે ખુશખબર: EPS હેઠળ ન્યૂનતમ માસિક પેન્શન 3,000 થવાની તીવ્ર શક્યતા

By GS Team
11 Nov 20261 min read
TukuTouch Logo
ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. EPFO દ્વારા 19 નવેમ્બર 2026ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાશે. આ બેઠકમાં EPS હેઠળ મળતા ન્યૂનતમ માસિક પેન્શનને રૂ. 1,000 થી વધારીને રૂ. 3,000 કરવાનો પ્રસ્તાવ મુકાશે. શ્રમ અને નાણાં મંત્રાલય વચ્ચે આ અંગે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ થઈ છે. જોકે, સત્તાવાર જાહેરાત બેઠક બાદ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFO પેન્શનર્સ માટે ખુશખબર: EPS હેઠળ ન્યૂનતમ માસિક પેન્શન 3,000 થવાની તીવ્ર શક્યતા

EPFO News : ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા આગામી 19 નવેમ્બર 2026ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.

આ બેઠકમાં એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ મળતા ન્યૂનતમ માસિક પેન્શનને રૂ. 1,000 થી વધારીને રૂ. 3,000 એટલે કે સીધું ત્રણ ગણું કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેન્શનમાં આ વધારા અંગે શ્રમ મંત્રાલય અને નાણાં મંત્રાલય વચ્ચે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને બંને મંત્રાલયો રૂ. 3,000ના પ્રસ્તાવ પર સંમત થયા હોવાનું કહેવાય છે.

જોકે, હજુ સુધી આ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી 19 નવેમ્બરની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં મળતું રૂ. 1,000નું ન્યૂનતમ પેન્શન સપ્ટેમ્બર 2014થી લાગુ છે અને વિતેલા એક દાયકામાં મોંઘવારી અને તબીબી ખર્ચાઓમાં મોટો વધારો થયો હોવાથી કર્મચારી સંગઠનો દ્વારા પેન્શન વધારવાની સતત માંગ કરવામાં આવી રહી હતી.