World

AI મેકડોનાલ્ડ્સના બર્ગરના ભાવ નક્કી કરે છે: દરેક આઉટલેટ માટે અલગ રેટ

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
અમેરિકામાં મેકડોનાલ્ડ્સે AI અને મશીન લર્નિંગ પ્રાઈઝિંગ સિસ્ટમ અપનાવી છે. આ સિસ્ટમ 14,000 આઉટલેટ્સના ડેટાનું વિશ્લેષણ કરીને દરેક રેસ્ટોરાં માટે અલગ ભાવ નક્કી કરે છે. ન્યૂયોર્કમાં, 2 માઈલના અંતરે બિગ મેકના ભાવમાં 21% નો તફાવત જોવા મળ્યો, જે આ નવી ટેકનોલોજીનું પરિણામ છે. ગ્રાહકોની ચૂકવણી ક્ષમતા અને નજીકના સ્પર્ધકોના ભાવ જેવા પરિબળો ધ્યાનમાં લેવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI મેકડોનાલ્ડ્સના બર્ગરના ભાવ નક્કી કરે છે: દરેક આઉટલેટ માટે અલગ રેટ
  • અમેરિકામાં મશીન લર્નિંગ પ્રાઈઝિંગ સિસ્ટમ લાગુ
  • પ્રાઈઝિંગ એન્જિન ૧૪,૦૦૦ આઉટલેટ્સના ડેટાનું વિશ્લેષણ કરે છે : દર ૨ માઈલે બર્ગરનો ભાવ જુદો

ન્યૂ યોર્ક : એઆઈની એન્ટ્રી હવે રેસ્ટોરાં બિઝનેસમાં થઈ ગઈ છે. મેકડોનાલ્ડ્સે એઆઈ અને મશીન લર્નિંગ પ્રાઈઝિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. અમેરિકામાં મેકડોનાલ્ડ્સનું ફેમસ બિગ મેક કેટલા ડોલરમાં મળશે તે એઆઈ નક્કી કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, કંપનીની પ્રાઈઝિંગ સિસ્ટમ દરેક રેસ્ટોરાં માટે અલગ ઓપ્ટીમલ પ્રાઈઝ સૂચવે છે. તેમાં જે તે વિસ્તારના કસ્ટમર્સ કેટલો ભાવ ચૂકવવા તૈયાર હોઈ શકે છે અને નજીકની રેસ્ટોરાંમાં શું ભાવે બર્ગર અને અન્ય ફૂડ આઈટ્સમ વેચાય છે જેવા પરિબળોનો ઉપયોગ થાય છે. કંપનીનું મશની લર્નિંગ પોતાની ૧૪,૦૦૦ આઉટલેટ્સના ડેટાનું વિશ્લેષણ કરે છે. આ સાથે જ નજીકના વેન્ડીઝ અને બર્ગર કિંગની પ્રાઈઝિંગને પણ મહત્ત્વ આપવામાં આવે છે.
મેકડોનાલ્ડ્સની મોબાઈલ એપ પર કેલિફોર્નિયાના ફ્રેસ્નોની રેસ્ટોરાંમાં બિગ મેકનો ભાવ ૫.૬૯ ડોલર હતો. જ્યારે, બે માઈલ દૂર બીજા આઉટલેટમાં ભાવ ૬.૮૯ ડોલર જોવા મળ્યો હતો. બંને વચ્ચે ૨૧ ટકા ફરક હતો.
આ તફાવત કંપનીના પ્રાઈઝિંગ એન્જનને કારણે જ થયો હતો. કંપનીએ તાજેતરમાં રોકાણકારોને જણાવ્યું હતું કે, તેઓ પ્રાઈઝિંગ માટે જેન એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.