Sports

સદી ફટકાર્યા બાદ સિક્રેટ સેલિબ્રેશનનું રહસ્ય રવિન્દ્ર જાડેજાએ પૂછ્યું તો રોહિત શર્માએ આપ્યો મજેદાર જવાબ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
ગુવાહાટીમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં, રોહિત શર્માએ 75 બોલમાં 101 રન ફટકારી 35મી ODI સદી પૂરી કરી. તેણે પોતાની ઉજવણીને 'ખૂબ જ અંગત' ગણાવી હતી. શુભમન ગિલના અણનમ 223 રનની મદદથી ભારતે 406 રનનો લક્ષ્યાંક પાર કર્યો. રોહિતે જાડેજા સાથેની વાતચીત ટાંકીને કહ્યું કે 50 ઓવર ફિલ્ડિંગ અને 25-30 ઓવર બેટિંગ પછી સ્ટંટ કરવાની શક્તિ નહોતી. ભારતે 43.3 ઓવરમાં જીત મેળવી.

Summarized by AI; it may make mistakes. Check important info

સદી ફટકાર્યા બાદ સિક્રેટ સેલિબ્રેશનનું રહસ્ય રવિન્દ્ર જાડેજાએ પૂછ્યું તો રોહિત શર્માએ આપ્યો મજેદાર જવાબ

India vs West Indies: ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 35મી ODI સદી ફટકાર્યા બાદ અનોખી ઉજવણીને ખૂબ જ વ્યક્તિગત ગણાવી. તેણે જણાવ્યું હતુ કે, કર્યો કે આ ઉજવણી સંપૂર્ણપણે મારા માટે હતી. રોહિતે 75 બોલમાં 101 રન બનાવ્યા અને ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે 406 રનના લક્ષ્યનો પીછો કરવામાં મદદ કરી. તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને 255 રનની જંગી ઓપનિંગ ભાગીદારી કરી, જેમાં ગિલે અણનમ 223 રન બનાવ્યા. પોતાની સદી પૂર્ણ કર્યા પછી, રોહિતે સિંગલ લેતી વખતે ઘૂંટણ ઉંચા કરીને અને પછી પોતાનું બેટ થોડું ઊંચું કરીને દોડીને ઉજવણી કરી.

રોહિત શર્માની રવીન્દ્ર જાડેજા સાથે રમુજી વાતચીત

મેચ પૂરી થયા બાદ પોતાના ખાસ સેલિબ્રેશન અંગે રોહિત શર્માએ જણાવ્યું હતું કે, 'આ ઉજવણી તદ્દન મારો અંગત મામલો હતો અને તે માત્ર મારા પોતાના માટે જ હતો. કેટલીક બાબતો અંગત રાખવી જોઈએ અને તેને જાહેર કરવી યોગ્ય નથી.'

રવીન્દ્ર જાડેજા સાથેની રમુજી વાતચીતનો ઉલ્લેખ કરતા રોહિતે હસતા હસતા કહ્યું કે, 'જાડેજા પણ મને આ અનોખા સેલિબ્રેશન વિશે પૂછી રહ્યો હતો. મેં તેને કહ્યું કે હું તને આ અંગે ડ્રેસિંગ રૂમમાં જઈને જણાવીશ. જાડેજા તો એવું ઈચ્છતો હતો કે હું પીચ પર ડાઈવ મારીને અથવા કૂદીને ઉજવણી કરું! પરંતુ 50 ઓવર ફીલ્ડિંગ કર્યા પછી અને 25-30 ઓવર બેટિંગ કર્યા બાદ મારી અંદર એવા કોઈ સ્ટંટ કરવાની હિંમત કે શક્તિ બચી નહોતી.' ઉલ્લેખનીય છે કે ઓપનિંગ જોડી ગિલ અને રોહિતના શાનદાર પ્રદર્શનના બળે ભારતે મેચમાં ભવ્ય જીત મેળવી હતી, જેમાં રોહિતે પોતાના વર્ષોના અનુભવ અને એકાગ્રતાને આ કપરી પરિસ્થિતિમાં વિજયનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

406 રનનો ઐતિહાસિક રન ચેઝ: ભારતનો ભવ્ય વિજય

વેસ્ટ ઈન્ડિઝના 406 રનના લક્ષ્યાંક સામે ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને તોફાની શરૂઆત અપાવીને પ્રથમ વિકેટ માટે 255 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 75 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 101 રન ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ આવેલા વિરાટ કોહલીએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 29 રન ફટકાર્યા હતા. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે આક્રમક બેટિંગ ચાલુ રાખીને માત્ર 133 બોલમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગાની રમઝટ સાથે અણનમ 223 રનની અદ્ભુત ઇનિંગ્સ રમી હતી. તેને મજબૂત સાથ આપતા ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં 2 ચોગ્ગા સાથે અણનમ 31 રન બનાવીને ભારતને 39 બોલ બાકી રહેતાં જ 43.3 ઓવરમાં જીત અપાવી દીધી હતી.