Get The App

રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી 1 - image


Photo X

Confident Group Chairman Suicide : કોન્ફિડેન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે શુક્રવારે સેન્ટ્રલ બેંગલુરુમાં રિચમંડ સર્કલ પાસે આવેલી કંપનીની ઓફિસમાં પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે અંદાજે 3:15 વાગ્યે બની હતી. છેલ્લા ત્રણ દિવસથી તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર આવકવેરા વિભાગ (IT) ની તપાસ ચાલી રહી હતી. રોયના નિધન બાદ આઈટી અધિકારીઓ દરોડાની પ્રક્રિયા અધવચ્ચે છોડીને રવાના થયા હતા.

સીજે રોય 9,000 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા હતા. તેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ અને 200 થી વધુ લક્ઝરી કાર હતી, જેમાં 12 રોલ્સ રોયસનો પણ સમાવેશ થાય છે. મૂળ કેરળના વતની રોયનો વ્યવસાય કર્ણાટક અને દુબઈમાં ફેલાયેલો હતો. કોન્ફિડેન્ટ ગ્રુપ કેરળ અને કર્ણાટકનું મોટું રિયલ એસ્ટેટ ડેવલપર છે.

પોલીસ તપાસ અને પરિવારની સ્થિતિ

પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે સ્થળ પર કોઈ IT અધિકારી હાજર નહોતા. બેંગલુરુ પોલીસ હવે તપાસના ભાગરૂપે આઈટી વિભાગ પાસેથી જરૂરી વિગતો મેળવશે. શનિવારે રોયના પત્ની અને પુત્ર બેંગલુરુની બોવરિંગ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ સેન્ટર પહોંચ્યા હતા. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે આ મામલે હાઈ-લેવલ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : બજેટમાં આ એક જાહેરાત થઈ તો એકઝાટકે ઘટશે સોના-ચાંદીના ભાવ! અટકળો તેજ

ભાઈનો આરોપ: IT વિભાગના દબાણને કારણે લીધું પગલું

સીજે રોયના મોટા ભાઈએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય એજન્સીના દબાણને કારણે તેમના ભાઈએ આત્મહત્યા કરી છે. તેમણે જણાવ્યું કે રોય પર કોઈ દેવું નહોતું. આઈટી ટીમ 28 જાન્યુઆરીએ આવી હતી અને રોયને ખાસ દુબઈથી બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી.

એક અપમાન જેણે બનાવ્યા 'કાર કિંગ'

સીજે રોયના જીવનની એક પ્રેરણાદાયી છતાં સંઘર્ષમય વાત એ છે કે, જ્યારે તેઓ 13 વર્ષના હતા, ત્યારે બેંગલુરુના એક શોરૂમમાં કાર જોવા ગયા હતા. ત્યાં સેલ્સમેને તેમનું અપમાન કરીને કાઢી મૂક્યા હતા કે "તું શું કાર ખરીદવાનો, ચાલ નીકળ!" તે જ દિવસે તેમણે નક્કી કર્યું હતું કે, તેઓ દુનિયાની સૌથી મોંઘી કારો ખરીદશે. 

સિદ્ધિ: 36 વર્ષની ઉંમરે તેમણે બેંકમાંથી એક રૂપિયો પણ ઉધાર લીધા વિના પોતાનું પહેલું પ્રાઈવેટ જેટ ખરીદ્યું હતું.

પ્રથમ કારનો પ્રેમ: 1994માં તેમણે 1.10 લાખમાં મારુતિ 800 ખરીદી હતી. 2025માં તેમણે આ કાર શોધનારને 10 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી અને તે કાર ફરીથી ખરીદી લીધી હતી.

કાર કલેક્શન: રોય પાસે બુગાટી વેરૉન, ફેરારી, કોએનિગસેગ અગેરા, મેકલેરન અને લેમ્બોર્ગિની જેવી સુપર કાર્સનું કલેક્શન હતું.