ભાવનગરમાં નકલી દારૂકાંડમાં 5 પોલીસકર્મીને સસ્પેન્ડ, મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Liquor Party Death Case: ભાવનગર જિલ્લામાં બનાવટી દારૂ પીવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. ઝેરી દારૂના સેવનના લીધે હાલ 18થી વધુ લોકો સિવિલ અને ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવામાં પોલીસે સમગ્ર કેસ મામલે 21 શખસો સામે ફરિયાદ નોંધી છે અને SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.
21 લોકો સામે ફરિયાદ, 5 પોલીસકર્મી સસ્પેન્ડ
ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ કેસમાં પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, જિલ્લા SPએ નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસના 4 મળીને કુલ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
કલેકટરે શું કહ્યું?
ભાવનગરમાં નકલી દારૂના લીધે થયેલા મોત મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, 'ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહ, અને નરેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. જો કે, નરેન્દ્ર યાદવ શંકાસ્પદ છે. હાલ 18 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. જેમાંથી 2 દર્દીઓની હાલત ગંભીર અને 4 વ્યક્તિ આઇસીયુમાં દાખલ છે. જ્યારે 2 વેન્ટિલેટર પર અને 10 લોકો નોર્મલ સ્થિતિમાં સારવાર લઈ રહ્યાં છે.'
સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરે ભાવનગર SPનો ખુલાસો માંગ્યો
ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા(SP) પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. જેમાં આ ગંભીર બનાવ અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ આઈજીને ટેલિફોનિક કે લેખિતમાં જાણ ન કરવાને મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યુ છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ તપાસ અનુસાર, ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 16 ઑગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જે બાદ આ કરૂણાંતિકા ઘટી હતી. મૃતકના ભાઈએ દારૂમાં પોઇઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતાં 4 બુટલેગરોને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલેકટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે જે લોકોએ આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્ત્વનું છે.









