Entertainment

કાર્તિકની કેપ્ટન ઇન્ડિયામાં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
હરમન બાવેજા લિખિત-નિર્મિત ફિલ્મ 'કેપ્ટન ઇન્ડિયા'માં સાઉથની અભિનેત્રી પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી થઈ છે. કાર્તિક આર્યનની આ એક્શન ડ્રામા ફિલ્મનું નિર્દેશન શિમિત અમીન 17 વર્ષ બાદ કરી રહ્યા છે. 'અબ તક છપ્પન' અને 'ચક દે ઇન્ડિયા' જેવી હિટ ફિલ્મો આપનાર શિમિત સાથે મનીષ ચૌધરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર્તિકની કેપ્ટન ઇન્ડિયામાં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી
  • શિમિત અમીન 17 વર્ષ બાદ નિર્દેશન કરશે
  • પાર્વતી કરીબ કરીબ સિંગલથી હિન્દી દર્શકોમાં જાણીતી છે : મનીષ ચૌધરમીની પણ ભૂમિકા

મુંબઈ : હરમન બાવેજા લિખિત અને નિર્મિત ફિલ્મ 'કેપ્ટન ઇન્ડિયા'માં 'કરીબ કરીબ સિંગલ'થી જાણીતી સાઉથની હિરોઇન પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી થઇ છે. કાર્તિક આર્યનની આ મહત્વની ફિલ્મમાં મનીષ ચૌધરી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કાર્તિક આર્યનની એકશન ડ્રામા ફિલ્મનું નિર્દેશન શિમિત અમીન કરી રહ્યા છે. શિમિત અમીન 'અબ તક છપ્પન', 'ચક દે ઇન્ડિયા' જેવી હીટ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે. છેલ્લે ૨૦૦૯માં તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મ 'રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર' માં રણબીર કપૂર હીરો હોવા છતાં બોક્સ ઓફિસ પર સામાન્ય પુરવાર થઇ હતી. એ પછી શિમિત અમીન સત્તર વર્ષ બાદ ફરી એકવાર કેપ્ટન ઇન્ડિયાનું નિર્દેશન કરી રહ્યા છે.
પાર્વતી થિરૂમોથુ અગાઉ કડકસિંહ અને પંકજ ત્રિપાઠી સાથે 'તુ યા મ'ૈં ફિલ્મમાં જોવા મળી હતી. પસંદગીની હિન્દી ફિલ્મમાં કામ કરતી પાર્વતીની એન્ટ્રી હવે 'કેપ્ટન ઇન્ડિયા'માં થઇ છે.