વાંચો તમારું 18 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના અગત્યના કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી રાહત અનુભવાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ- કચેરીના કામકાજ અંગેવ્યસ્તતા રહે.
મિથુન : આપના રુકાવટ - વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કર્ક : આપના કામમાં કોઇને કોઇ રૂકાવટ મુશ્કેલી જણાય. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડી.
સિંહ : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. ભાઇભાંડુવર્ગનો સહકાર રહે.
કન્યા : આપને કામકાજમાં સાનુકુળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કામનો ઉકેલ આવતો જાય.
તુલા : માનસિક પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા- દ્વિઘા જણાય.
વૃશ્ચિક : રાજકીય- સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. ધાર્યા પ્રમાણેના કામ થઇ શકે નહીં.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
મકર : દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ રહે.
કુંભ : દેશ- પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર- ચાકરવર્ગનો સાથ જણાય.
મીન : આપે તન-મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ









