અહાન પાંડેની એક્શન ફિલ્મમાં અન્યા સિંહની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફિલ્મનું ટાઇટલ નક્કી થયું નથી
- દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં બોબી દેઓલ, જિમી શેરગિલ સહકલાકારો
મુંબઈ : યશરાજ ફિલ્મ્સની આગામી રોમેન્ટિક એકશન ડ્રામા ફિલ્મમાં હવે અન્યા સિંહ અહાન પાંડે સાથે જોડાશે. આ ફિલ્મની મોટાભાગની કાસ્ટ નક્કી થઇ ચૂકી છે જેમાં બોબી દેઓલ, જિમી શેરગીલ, ઐશ્વર્ય ઠાકરે અને દિપાનીતા શર્માનો સમાવેશ થાય છે.
અલી અબ્બાસ ઝફર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મને ૨૬ માર્ચ ૨૦૨૭માં રજૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે. અન્યા સિંહને યશરાજ ફિલ્મ્સ'ે કૈદી બેન્ડ' ફિલ્મ સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરાવ્યો હતો. છેલ્લે તે આર્યન ખાનની વેબ સિરિઝમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં છે. ઐશ્વર્ય ઠાકરે બોબી દેઓલના પુત્રની ભૂમિકા ભજવી રહ્યો છે.
દિપાનીતા શર્મા બોબી દેઓલની પત્નીઅને ઐશ્વર્ય ઠાકરેની માતાની ભૂમિકા ભજવી રહી છે.









